________________
ષષમ વ્યાખ્યાન.
લાંના આધારે આધારે એકદમ પ્રભુ પાસે આવી પહોંચે. તેણે પ્રભુને એક ચક્રવત્તિને બદલે સાવ નિન્થ જોયા એટલે છેક નિરાશ થઈ ગયા. તેને થયું કે આજ સુધી મહા મહેનતે પ્રાપ્ત કરેલું સામુદ્રિકશાસ્ત્ર ખોટું કર્યું. કયાં એક ચક્રવત્તી અને ક્યાં એક ભિક્ષુક! સામુદ્રિક શાસ્ત્રના નિયમ પ્રમાણે તે આ પુરૂષ કઈ રાજાધિરાજ હવે જોઈએ. તેને બદલે હું આ શું ભાળી રહ્યો છું? જેના પગમાં આવાં ઉત્તમ લક્ષણે હેય તે જ પુરૂષ જે આવાં કષ્ટ અને વ્રત આચરતે પ્રત્યક્ષ દેખાય તે હવે સાસુદ્રિકશાસ્ત્રો બધાં પાણીમાં જ બાળી દેવાં ઘટે. આ પ્રમાણેના પુપના વિચારતરંગ ઈન્ડે અવધિજ્ઞાનથી જાણી લીધા. તેથી તેણે તુરત જ
ત્યાં આવી, પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે–“હે સામુદ્રિક ! તને તારા સામુદ્રિકશાસ્ત્ર ઉપર અભાવ ઉપજ્યાં છે તેને માટે તે શાસ્ત્ર નહીં, પણ ખરું જોતાં તે તારું તે વિષેનું અજ્ઞાન જ જવાબદાર છે. તે શાસ્ત્ર ભર્યો ખરે, પણ શાસ્ત્રના મર્મને સમજવા ભાગ્યશાળી નથી થયે એ ખેદની વાત છે. ચક, ધ્વજ, અને અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણે હોય તે કેવળ ચક્રવત્તિ જ ન હોય, પરંતુ જગતુપૂજ્ય પણ હોય છે. આ પુરૂષ કે સામાન્ય માણસ નથી. તે દેવો અને અસુરના પણ સ્વામી છે. તેઓ થોડા જ સમયમાં કેવળજ્ઞાન પામી, સકળ સંપત્તિઓના આશ્રયભૂત બની તીર્થકર થશે. તે તે તેમના પગનાં લક્ષણે જ ભાળ્યાં, પણ તેમની કાયા કેવી સ્વચ્છ, રેગરહિત અને પરસેવાવિનાની છે તે તરફ તે એકવાર નજર કર ! તેમને શ્વાસોચ્છવાસ કેટલો સોંપી છે? તેમનાં રૂધિર માંસ પણ ગાયના દૂધ જેવાં સ્વચ્છ છે; એવાં એવાં બાહ્ય અને આત્યંતર અગણિત લક્ષણે ગણવાને કણ સમર્થ છે?” ઈન્દ્રની વાણી સાંભળી પુષ્પ સામુદ્રિકના મનનું સમાધાન થયું. ઈન્ડે તેને રત્ન-સુવર્ણ વિગેરે આપી, સમૃદ્ધિશાહે