________________
વષમ વ્યાખ્યાન.
૨૮૩ મંડિત પંડિતના હદયનો ભાર છેક હલકે થઈ ગયા. તેણે પળવારમાં બંધ–મોક્ષનું રહસ્ય પ્રભુના શ્રીમુખે સાંભળીને સમજી લીધું. આખરે તેણે પણ પોતાના સાડા ત્રણ શિષ્ય સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
સાતમા ગણધર–મૌર્યપુત્ર દેવેનું અસ્તિત્વ - ઈદ્રભૂતિ વિગેરે છ જણને દીક્ષિત થયેલા સાંભળી સાતમા માર્યપુત્ર નામના પંડિતે વિચાર્યું કે ઈન્દ્રભૂતિ જેવા છ જણ જેના શિષ્ય હોય તે પુરૂષ મને પણ પૂજ્ય જ હોવા જોઈએ. માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરૂં. એટલે તે પણ પિતાના સાડા ત્રણસો શિષ્યોને લઈ પ્રભુ પાસે આવે.
પ્રભુએ કહ્યું કે – માર્યપુત્ર ! દેના અસ્તિત્વ વિષે જ તને શંકા છે ને ? એ ભ્રમ તને પરસ્પરવિરૂદ્ધ ભાસતાં વેદ પદોથી જ થયો છે. જે નાનાતિ માયોપમાન જીવના ફુન્દ્રયમવાવેરાવીન–અર્થાત્ ઈન્દ્ર, યમ, વરૂણ અને કુબેર વિગેરે માયા દશ દેને કણ જાણે છે? ઈન્દ્રાદિ દેવ તે માયારૂપ છે. જેમ માયા-ઈન્દ્રજાળમાં વસ્તુતઃ કંઈ નથી હોતું, તેમ દેવામાં પણ વસ્તુત: અસ્તિત્વ જેવું કંઈ નથી હતું. તું એમ માને છે કે નારકીએ તે પરતંત્ર અને દુ:ખથી વિહલ હોવાથી અહીં આવી શક્તા નથી, તેથી તેઓને પ્રત્યક્ષ નીહાળવામાં આપણે નિરૂપાય છીએ. માત્ર શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખી “નારકીએ છે ” એટલું માની લીધા સિવાય છુટકે નથી. પરંતુ, દેવોના વિષયમાં એમ નથી. તેઓ તે સ્વતંત્ર અને પ્રભાવશાલી હોવાથી, ધારે ત્યારે અહીં આવી શકે છે, છતાં તેઓ દષ્ટિગોચર કેમ નથી થતા ? તેઓ દેખાતા નથી તે ઉપરથી દેવો જ નથી એમ માનવામાં શી હરકત છે ?