________________
અષ્ટમ વ્યાખ્યાન.
૩૦૧ ગોત્રવાળા સ્થવિર આર્યસ્થલભદ્ર શિષ્ય હતા. તેઓ પાટલીપુરના શકટાલ મંત્રીના પુત્ર હતા. બાર વર્ષ કેશા નામની વેશ્યાને ત્યાંજ રહ્યા હતા. વરરૂચિ નામના એક બ્રાહ્મણના પ્રપંચથી શકટાલ મંત્રી મૃત્યુ પામ્યા. એટલે નંદ રાજાએ સ્થૂલભદ્રને બેલાવી મંત્રીપદ આપવાનું સૂચવ્યું. પિતાના મૃત્યુને લીધે તેમનું હૃદય ભીંજાયું, અને સંસારને વિષે વૈરાગ્ય પામી દીક્ષા સ્વીકારી.
વ્રત આદિ ગ્રહણ કરી, ગુરૂની આજ્ઞા લઈ તેઓ કોશાના ઘરમાં ચોમાસું રહ્યા. ચોમાસાને અંતે બહુ હાવભાવ કરનારી વેશ્યાને પણ પ્રતિબંધ પમાડી પોતે ગુરૂ પાસે આવ્યા. ગુરૂએ તેમને જોઈ “સુરદુરવાર ” એ પ્રમાણે સંઘસમક્ષ કહ્યું.
એ સમયે સિંહની ગુફા પાસે, સપના દર પાસે અને કુવાના કાષ્ટ ઉપર ચોમાસું રહી આવનાર ત્રણે મુનિઓ હાજર હતા. તેમને સ્થલભદ્રની પ્રશંસા સાંભળી બહુ ખેદ થયે. કારણ કે તેઓ પોતાના સંયમ અને તપની સૌથી વધારે કીંમત આંકતા હતા.
સિંહની ગુફા પાસે ચાતુર્માસ રહી આવનાર મુનિ બીજું ચોમાસું કેશાને ત્યાં ગાળવા ગયા. ગુરૂએ તેમને ઘણું સમજાવ્યા, પણ ન માન્યું. કેશા વેશ્યાનું દિવ્ય રૂપ જોતાં જ તેમનું ચિત્ત ચળી ગયું. તેમણે ગુરૂ પાસે આવી કહ્યું:-“આટલા બધા સાધુઓમાં સ્થૂલભદ્ર તે એકજ છે, ગુરૂએ દુષ્કરદુષ્કરકારક એવું જે પદ આપ્યું તે યથાર્થ જ છે. પુષ્પ, ફળ, દારૂ, માંસ અને મહિલાના રસને જાણવા છતાં જેઓ તેનાથી વિરક્ત રહી શક્યા છે તેવા દુષ્કરકારકને હું વંદુ છું.”
સ્થૂલભદ્રના ઉપદેશથી પ્રતિબંધ પામેલી કેશાને ત્યાં એક કામી થકારે આવી, પિતાનું કૌશલ્ય બતાવવા સારૂ, બાણના મૂળના ભાગમાં બીજું અને બીજા બાણના મૂળના ભાગમાં ત્રીજુ એમ કેટલાંક બાણ મારી, દૂર રહેલ આંબાની હું બ