________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
ર૭૯ થાય છે. મનુષ્ય પણ પરભવમાં શિયાળ થાય એમ આ વેદપદમાં કહ્યું છે. ત્યારે આ બે મંતવ્યમાં સત્ય કયાં?
હે સુધર્મા! તું જે જરા સૂક્ષમપણે વિચાર કરે તે તારી શંકા આપોઆપ ઉડી જાય. “ પુરુષો વૈ–' એ વાક્યને તું જે અર્થ કરે છે તે ભૂલભરેલું છે. તેને ખરે અર્થ આ પ્રમાણે છે –
પુરૂષ મરી ગયા પછી પરભવમાં પણ પુનઃ પુરૂષપણું પ્રાપ્ત કરે એ વાત ઠીક છે, પણ તે કયારે ? જે મનુષ્ય ભદ્રિક પ્રકૃતિને હાય, વિનય, સરળતા વિગેરે ગુણવાળો હેય, અને આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી ગયેલ હોય તેજ પાછો મનુષ્યત્વ પ્રાપ્ત કરે. અને પશુઓ પણ પુન: પશુપણું પ્રાપ્ત કરે, પણ તે કયારે કરે ? જે પશુઓ માયા વિગેરે દોષથી ભરેલા હોય અને આ ભવમાં પશુ સંબંધી આયુષકર્મ બાંધીને મરી ગયા હોય તેજ પાછા પશુજન્મ પામે. અર્થાત્ સારાં કર્મ કરનારે મનુષ્ય મરીને પુનઃ મનુષ્ય થાય અને દુષ્ટ કર્મ કરનારા પશુઓ મરીને પુન: પશુ થાય. આવી રીતે કર્મની અપેક્ષાએ મનુષ્ય અને પશુઓની ગતિ નિર્ધારિત થાય છે. બાકી કોઈ પણ વેદવાકય એમ ન કહી શકે કે મનુષ્ય માત્ર મરીને મનુષ્ય જ થાય અને પશુમાત્ર મરીને પશુજ થાય. આજવાદિ ગુણોવાળે મનુખ, ભવાંતરમાં પણ મનુષ્ય થાય અને પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકીમાં પણ જાય. તેજ રીતે માયાદિ દોષયુક્ત પશુ ફરીને પણ પશુજન્મ મેળવે અને ભદ્રક પરિણામી પશુ હોય તે મનુષ્ય અથવા દેવ પણ બની શકે. પ્રાણુઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ થવી એ કર્મને આધીન છે. અને તેથી જ પ્રાણુઓનું વિવિધપણું દેખાય છે. તું એમ માને છે કે જેવું કારણ હેય તેના જેવું જ કાર્ય સંભવે. પણ તારૂં તે માનવું બરાબર નથી. છાણ વિગેરેમાંથી વીંછી વિગેરેની ઉત્પત્તિ થાય છે, તે તેના કારણથી