________________
વ્યાખ્યાન,
પંચમ વ્યાખ્યાન
૧૬૫ પણે નહીં પણ ભરહિતપણે ભદ્રાદિ પ્રતિમાઓ તથા એક શત્રિકી પ્રમુખ અભિગ્રહ પાંન્યા, ત્રણ જ્ઞાનવડે શોભતા હોવાથી ધીમાન-જ્ઞાનવાળા, અરતિ ને રતિને સહન કરનારા–એટલે કે સુખ કે દુઃખમાં હર્ષ કે ખેદ નહીં ધરનારા, દ્રવ્ય એટલે ગુણેના ભાજનરૂપ અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ રાગ-દ્વેષ રહિત, પરાક્રમી, અર્થાત પિતાને મોક્ષગમનનો નિશ્ચય હોવા છતાં તપસ્યાદિમાં પાછી પાની ન કરી તેથી પરાક્રમશાળી, એવા પ્રકારની વીરતાના અસાધારણ ગુણે જોઈ દેએ તેમનું નામ “શ્રમણ ભગવાન મહાવીર” પાડયું.
પ્રભુની આમલકી ક્રિડા દેએ પ્રભુનું નામ “વિર” કેવી રીતે પાડયું તે વિષે આ પ્રમાણે સંપ્રદાય છે–દે, અસુરે અને નરેશ્વરોએ પ્રભુને જન્મોત્સવ કર્યો તે પછી પ્રભુ દાસ-દાસીઓ અને સેવકોની મધ્યમાં ચન્દ્રમાની પેઠે અથવા કલ્પવૃક્ષના અંકુરની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પણ પ્રભુ મહાન તેજસ્વી, ચન્દ્રમાં સરખા મનહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભ્રમર સમા શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ ઓઝવાળા, હાથીના જેવી મનેહર ગતિવાળા, કમળ જેવા કેમળ હાથવાળા, સફેદ દાંતવાળા, સુગધી શ્વાસવાળા, દે કરતાં પણ રૂપમાં ચડીયાતા, જાતિ
સ્મરણયુક્ત, ત્રણ જ્ઞાનવડે સુશોભિત, નીરોગી, ધૈર્ય–ગાંભીર્યાદિ ગુણોનાનિધિ અને જગતને વિષે તિલકસમાન હતા. હવે આવી રીતે મોટા થતાં, જ્યારે તેઓ આઠેક વર્ષના થયા ત્યારે પિતે રમ્મત ગમ્મતમાં આસક્તિરહિત હોવા છતાં, પણ સરખી ઉમ્મરના કુમારના અતિ આગ્રહથી તેમની સાથે આમલકી કિડા એટલે કે વૃક્ષ ઉપર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની રમ્મત કરવા, નગરની બહાર ગયા. બીજા કુમાર સાથે પ્રભુ પણ વૃક્ષ પર ચડ