________________
૩૧૬
શ્રી કલ્પસૂત્ર– પખવાડીયામાં, ચોથની તિથિને વિષે, પ્રભાતકાળ સમયે, પહેલા પહોરે, ઘાતકી નામના વૃક્ષની નીચે, નિજળ છઠ્ઠ તપ વડે યુક્ત થકે, વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, શુકલ ધ્યાનના ચાર ભેદને વિષે પ્રથમના બે ભેદમાં વર્તતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને અનંત વસ્તુના વિષયવાળું-અવિનાશી, અનુપમ એવું પ્રધાન કેવળજ્ઞાન તથા કેવળદન ઉત્પન્ન થયું. ત્યારપછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અહંન થયા, અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને
ગ્ય થયા, પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને અને સઘળા સામા ન્ય ધમને જાણનારા થયા, અને સર્વ લેકને વિષે તે તે કાળે મન વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીના સમગ્ર પર્યાને જાણતા તથા દેખતા થકા વિચરવા લાગ્યા.
પ્રભુના ગણધર અને પરિવાર પુરૂષપ્રધાન અન્ શ્રી પાર્શ્વનાથને આઠ ગણ અને આઠ ગણધરો હતા. એકવાચનાવાળા સાધુઓના સમુદાયને “ગણ કહેવાય અને તેમના નાયક તે ગણધર. આઠ ગણધરનાં નામ આ પ્રમાણે –
(૧) શુભ (૨) આર્યશેષ (૩) વશિષ્ઠ (૪) બ્રહ્મચારી (૫) સામ (૬) શ્રીધર (૭) વીરભદ્ર અને (૮) યશસ્વી.
પ્રભુને આર્યદિવ આદિ સેળ હજાર સાધુઓની, પુષ્પગુલા પ્રમુખ આડત્રીશ હજાર સાધ્વીઓની, સુવ્રત આદિ એક લાખ અને ચોસઠ હજાર શ્રાવકની, સુનંદા આદિ ત્રણ લાખ અને સત્તાવીશ હજાર શ્રાવિકાઓની, કેવલી નહીં છતાં અકારાદિ સર્વ
* આવશ્યકસૂત્રમાં દસ ગણુ અને દસ ગણધર હેવાનું કહ્યું છે. પણ તેમાં બે અલ્પ આયુષ્યવાળા હોવાથી આ કલ્પસત્રમાં તથા શ્રી સ્થાનાંગ સત્રમાં તેમને ઉલ્લેખ કર્યો નથી, એમ ટીપણમાં કહ્યું છે.