________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૬૫
એવામાં એક વખતે ધરણેન્દ્ર ભક્તિભાવપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યું. તેણે પ્રભુની સેવા કરતા તથા પ્રભુ પાસે રાજ્યની માગણી કરતા નમિ અને વિનમિને જોઈ, સંતુષ્ટ થઈ કહ્યું કે– “હે ભદ્રો! પ્રભુ તે નિઃસંગ છે, તેમની પાસે રાજ્યની માગણી ન થઈ શકે. પ્રભુની આજસુધીમાં તમે જે સેવાભક્તિ કરી છે તેના બદલામાં હું પોતે જ તમને રાજ્ય આપી શકીશ.” તે પછી ધરણેન્ટે તેમને અડતાલીશ હજાર વિદ્યાઓ આપી, તેમાં ગેરી, ગાંધારી, રહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહાવિદ્યા પાઠસિદ્ધ આપી. વિશેષમાં ધરણેન્દ્ર કહ્યું કે:--“આ વિદ્યાઓ વડે તમે વિદ્યાધરની ત્રાદ્ધિ પામ્યા છે, એટલે હવે તમે સ્વજન-પરિવારને લઈને સુખેથી વૈતાઢ્ય પર્વત ઉપર જાઓ, ત્યાં દક્ષિણશ્રેણિમાં ગરેય-ગાંધાર વિગેરે આઠ નિકા–જાતિઓ અતે રથનપુર ચકવાલાદિ પચાસ નગર વસા, તથા ઉત્તરશ્રેણિમાં પંડક વંશાલય વિગેરે આઠ નિકા અને ગગનવલ્લભ આદિ સાઠ નગરો વસાવે.” કૃતાર્થ થયેલા નમિ વિનમિએ પિતાના પિતા અને ભારત પાસે જઈ સઘળી હકીક્ત નિવેદન કરી અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં નમિએ તથા ઉત્તરશ્રેણિમાં વિન. મિએ વાસ કર્યો.
ત્રણ સ્વપ્નને સરવાળો શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે લોક અતિશય સમૃદ્ધિશાલી અને ભદ્રિક હોવાથી દાનમાં અન્ન-પાછું આપવાં. જોઈએ તે વાત સમજતા ન્હોતા. તેથી ભિક્ષા માટે પ્રભુ જ્યાં જયાં જાય ત્યાં ત્યાં લોકો તેમને પ્રથમની જેમ રાજ સમજી કીમતી વસ્ત્રો-ઘરેણું કન્યા વિગેરેની ભેટ મૂકે અને પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ કરે. એ રીતે ભીક્ષા ન મળવા છતાં. દીનતારહિત મનવાળા પ્રભુ પ્રામાનુગ્રામ વિચરતા રહ્યા. એકવાર