________________
૧૭૮
શ્રી કપિસૂત્ર
-
પ્રભુની દીક્ષા-પાલખી . આ પાલખી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઉંચી, સુવર્ણમય સેંકડો સ્તંભેથી શોભી રહેલી અને મણિએ તથા સુવર્ણથી જડિત હોવાથી વિચિત્ર લાગતી હતી. નદીમાં જેમ બીજી નદી ભળી જાય તેમ નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી પાલખીમાં દેવનિર્મિત પાલખી પણ દેવશક્તિથી ભળી ગઈ હતી. આવા પ્રકારની ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી પ્રભુ દીક્ષા લેવા માટે નીસર્યા. - તે કાળે અને તે સમયે હેમંત ઋતુને પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડીયું-કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ હતી. તે સુવ્રત નામના દિવસે પૂર્વ દિશા તરફ છાયા જતાં, ન્યૂન નહીં તેમ અધિક નહીં એ પ્રકારે બરાબર પ્રમાણમાસ પિરસી થતાં, ચન્દ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપ૨ પ્રભુ પૂર્વદિશા સન્મુખ બેઠા. તે વેળા તેમણે છઠને તપ કર્યો હતો અને વિશુદ્ધ વેશ્યાઓ વર્તતી હતી પાલખીમાં પ્રભુ ના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. ડાબે પડખે પ્રભુની ધાવ માતા દીક્ષાનાં ઉપકરણ લઈને બેઠી હતી. પાછળના ભાગમાં ઉત્તમ શૃંગારવાળી, સ્વરૂપવતી એક તરૂણ નારી, હાથમાં સફેદ છત્ર ધરીને બેઠી હતી. ઈશાન ખુણુમાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલો કળશ હાથમાં લઈને બેઠી હતી અને અગ્નિ ખૂણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખે લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. આવી રીતે સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી. પછી શકેન્દ્ર તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બાહાને, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહાને, ચમરેન્દ્ર દક્ષિણ તરફની નીચેની