________________
પ્રથમ વ્યાખ્યાન.
પ૭ અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમારને સંથાર સર્વ સાધુઓને છેડે-ઉપાશ્રયના બારણા પાસે આવ્યા. ત્યાં માત્રુ વિગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂળથી તેને સંથારે ભરાઈ ગયે. કુલ જેવી સુકોમળ શય્યામાં સૂનાર મેઘકુમારને આવા ધૂળથી ભરાએલા સંથારામાં એક ક્ષણ પણ નિદ્રા ન આવી. તે વિચારવા લાગ્યા કે –“ક્યાં મારી સુખશા અને કયાં આ પૃથ્વી પર પડયા રહેવાનું ? આવું દુઃખ મારે કયાં સુધી વેઠવું? બસ, હવે તે સવાર પડે એટલી જ વાર. પ્રભુની રજા લઈ હું તે ઘેર ચાલ્યા જઈશ.”
સવાર થતાં મેઘકુમાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ પોતે જ મેઘકુમારને મિષ્ટ વચનેથી સંબધી કહ્યું કે –“હે વત્સ, તે રાત્રીએ કેવું દુર્થોન ચિંતવ્યું? તે જરા ઉંડો વિચાર કર્યો હેત તો જરૂર શાંતિ મેળવી શકત. તું વિચાર કર કે આ જીવે જ નારકીનાં તીવ્ર દુખે કેટકેટલા સાગરેપમ સુધી કેટકેટલીવાર સહન કર્યા છે ? એ દુઃખ આગળ અત્યારનું કષ્ટ શા હીસાબમાં છે? એ કેણ મૂર્ખ હોય કે જે ચક્રવત્તીની અદ્ધિ સિદ્ધિ મૂકી ગુલામી દશા સ્વીકારે ? એ કેણ અક્કલવિહોણે હોય કે જે ચિંતામણું રત્ન મૂકી પત્થરને જ છાતીએ બાંધી રાખે? ચારિત્ર એક એવા પ્રકારનું રત્ન છે. ચારિત્ર એ ચક્રવર્તી એને પણ મહા દુષ્કર વસ્તુ છે. ચારિત્રનું રક્ષણ કરતાં મૃત્યુ આવે તે પણ ત આવકારદાયક છે. ચારિત્રનું કષ્ટ જ્ઞાનપૂર્વકનું કષ્ટ છે અને તેથી તે મહાન ફળને આપનારું છે. અને તે પોતે જ વિચારી જે, કે જે નારકીનાં દુઃખને પણ એક વાર આરે આવે છે તે પછી મનુષ્યનાં દુઃખ તે એની પાસે શા હીસાબમાં છે? વળી તે પોતે જ પૂર્વભવમાં કેટલું કષ્ટ વેઠયું હતું અને તેનું ફળ તું આજે કેવું ભેગવી રહ્યો છે? વળી કહ્યું છે કે અગ્નિમાં પ્રવેશ