________________
૧૮૦
શ્રી કલ્પસૂત્ર
ન રહે. કાઈ એક સ્ત્રી આંખમાં કાજળ માંજતી હતી તે ઉતાવળમાં ગાલ ઉપર લગાવી ઢીં અને ગાલ ઉપર કસ્તુરી લગાવવાની હતી તે આંખમાં આંજી દ્વીધી ! પગમાં પહેરવાનુ આંઝર ઉતાવળને લીધે ગળામાં પહેરી લીધુ અને કંઠમાં પહેરવાને રમણીય ક ઠ પગમાં પહેરી લીધેા ! વળી કેઇ સ્ત્રીએ ડાકમાં પહેરવાના હાર ઉતાવળથી કમ્મરમાં પહેરી લીધેા અને કમ્મરમાં પહેરવાના, રણઝણાટ કરતી ઘુઘરીવાળા કંઢારા ડાકમાં લગાવી દ્વીધા ! કાઇ સ્રીએ ઉત્સવ જોવાની ઉત્સુકતાથી, શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગેાશીષ ચંદનવડે પગ રંગી નાખ્યા અને પગ રંગવાને તૈયાર કરેલ અલતાના રસ આખે શરીરે લગાવી દીધા ! અરધું સ્નાન કરેલી, ભીંજાએલા શરીર માંથી ટપકી રહેલા જળવાળી અને વીખરાયેલા વાળવાળી, ઉતા વળથી દોડી આવતી કાઇ સ્ત્રીને જોઇ લેાકેા પ્રથમ તે ભય પામ્યા, પણ પાછળથી જ્યારે આળખાણુ પડી ત્યારે સા હસી પડયા. કોઇક સાળી સ્ત્રી તેા ઉતાવળથી દોડતાં વજ્ર ઢીલાં થઇ ખસી જવાથી હાથમાં કેવળ નાડીને જ પકડી ઉભી રહી, પણ સર્વ લેાકેા શ્રી જીનેશ્વરનાં દર્શન અર્થે તન્મય અનેલા હાવાથી કાઇની નજર તેની પર ન પડી અને તેથી તેને શરમાવાનું પણ કારણ ન રહ્યું. કાઈ એક તરૂણ સ્ત્રી તે પેાતાના રડતા બાળકને ગાદમાં લેવાને બદલે ભુલથી ખીલાડાને હાથમાં લઇ, કેડમાં એસારી દોડતી આ વીને ઉભી રહી ! આ દેખાવ જોનારને હાસ્ય કુર્યા વિના કેમ રહે ? શ્રી વીરપ્રભુનું મુખ જોવાને અતિશય લેાલુપ અનેલી અને આનદથી પ્રફુલ્લિત ગાલવાળી કેટલીક સ્ત્રીઓને તેા પેાતાનાં સુવર્ણનાં આભૂષણે। સરી પડી ગયાં તેનું પણ ભાન ન રહ્યું ! કાજી સ્રી પ્રભુને દેખી ખેાલવા લાગી કે “ ધન્ય છે આ રૂપને, ધન્ય છે આ તેજને અને ધન્ય છે આ મહાન પરાક્રમને ! શરી