________________
ષષમ વ્યાખ્યાન
તાજોવાનુ વિનયત્તિ, છેત્યસંજ્ઞાતિ-વિજ્ઞાનને સમુદાય જ, આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતેમાંથી ઉત્પન્ન થઈને પાછે તે ભૂતેમાં જ લય પામે છે. તેથી પરલેક જેવી વસ્તુ નથી. જેને ચૈતન્ય કહેવામાં આવે છે તે પાંચ ભૂતેમાંથી આપોઆપ ઉત્પન્ન થાય છે અને પાંચ ભૂતને વિનાશ થતાંની સાથે જ તે ચૈતન્ય પણ જળબુદ્દબુવત ભૂતામાં લય પામી જાય છે. ચેતન્ય એ ભૂતેને જ ધર્મ છે. ભૂતે નષ્ટ થતાં ચૈતન્ય પણ નષ્ટ થયું જ સમજવું. અને જે ચૈતન્ય જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ ન હોય તે પલોક શી રીતે સંભવે? પરંતુ એટલેથી જ તારૂં મન શાન્ત નથી થતું. વર્ષ વીમોડગ્નિહોત્ર ગુહુયોતિ-સ્વર્ગની ઈચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે અને નારો વૈ ઇવ નાયરે ય: રદ્વાજમશ્નાતિજે બ્રાહ્મણ થઈને શુદ્રનું અન્ન ખાય તે નરકે જાય, એવાં એવાં વેદવચને વાંચીને તને પ્રશ્ન થાય છે કે જે વસ્તુત: પરલોક ન હોય આ સ્વર્ગ-નરકને અર્થ શું ? છેલ્લા બે વાકયમાં પરલોકની સત્તાનું સ્પષ્ટ સૂચન છે.
પરન્તુ હે મેતાર્યા તે વિજ્ઞાનધન–જેવાં વેદવાક્યને અર્થ કરવામાં ભૂલ કરી છે તેથીજ તારી દ્વિધાભાવવાળી દશા વર્તે છે. “વિજ્ઞાનવન”—વાળા વેદવચનને અર્થ આ પ્રમાણે છે-જ્ઞાન -દર્શનને ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ આત્મા. શેયપણે એટલે જાણવા ચોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતે થકી, અથવા ઘટ પટ વિગેરે ભૂતના વિકાર થકી “આ પૃથ્વી છે” “આ ઘડે છે” “આ વસ્ત્ર છે ” ઈત્યાદિ પ્રકારે તે તે ભૂતેના ઉપગ રૂપે ઉત્પન્ન થઈને, તે ઘટ વિગેરે ભૂતને યપણે અભાવ થયા પછી જ આત્મા પણ
૧૯