________________
૧૨
શ્રી કલ્પસરઆભુષણે જેવા લાગતાં હતાં અને કમલિનીનાં પાંદડાં નીલરત્ર જેવા એપતાં હતાં, બન્નેને સંગ જાણે નીલરતમાં ઘણાં મોતી જડ્યાં હોય એવું લાગતો હતે. આવું આભૂષણયુક્ત પદ્મ સરોવર કોને આશ્ચર્યકારક ન લાગે? એવી રીતે હૃદય અને નેત્રને વહાલું લાગે તેવું અને સરોવરને વિષે પૂજનીય તેમજ રમણીય પદ્ધ સરોવર ત્રિશલા ક્ષત્રિયાણીએ દસમા સ્વમમાં જોયું.
અગીયારમું સ્વમ-ક્ષીરસમુદ્ર અગીયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણુએ, ક્ષીરસમુદ્ર ને. એ સમુદ્રના મધ્ય ભાગની ઉવળતા ચન્દ્રનાં કીરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેનો અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યું હતું. તેમાં અતિશય ચંચળ અને ઘણા ઉંચા મોજાએ ઉછળતાં હતાં. સપ્ત પવનના આઘાતથી ચલિત થતા તરમાં ચપળતાપૂર્વક ધસી રહ્યા હતા. અને તેની તરંગલંગ લીલા સરસ નૃત્યકળા જેવી લાગતી હતી. તેની સ્વચ્છ અને ઉછાળા મારતી ઉમીએ, જાણે અતિશય ક્ષેભ પામી હોય તેમ ચારે બાજુ અથડાતી હતી અને તેથી એ દેખાવ ઘણે સુંદર લાગતું હતું. આવા રીતના તરંગે, ભેગે અને ઉર્મિઓ વડે કંઠા તરફ ધસતા અને પાછા ફરતા જળપ્રવાહને જેવાથી કેને પ્રેમ ના ઉપજે ? મોટા મગરમચ્છ, માછલાં, તિમિ નામના સામાન્ય મરછ, તિમિંગલ નામના મોટા મરછ, નિરૂદ્ધ અને તિલિતિલક વિગેરે જૂદી જૂદી જાતના જળચર જીવોના પુચ્છના આઘાતથી કપૂર જેવું સફેદ ફીણ સપાટી પર વિસ્તરી રહ્યું હતું. મોટી મેટી નદીઓના જેસભેર વહી આવતા પ્રવાહને લીધે જે ભમરીઓ અને ગંગાવર્ત ઉદ્દભવતા હતા તેને લીધે પાણી આકૂળ-વ્યાકૂળ થતું હોય અને અન્ય સ્થળે નાસી જવાને