________________
૧૪મ વ્યાખ્યાન.
૨૦૩
ચડકાશકના પ્રચંડ ક્રોધ
મારાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંખીનગરી તરફ ચાલ્યા. મા માં ગેાવાળીયાઓએ કહ્યુ કે—“હું સ્વામી ! આપ જે માગે જાઆ છે તે જો કે શ્વેતાંખીનેા સીધેા માર્ગ છે, પણ રસ્તામાં કનકખલ નામનું તાપસેાનુ આશ્રમસ્થાન છે ત્યાં હમણા એક ચડકાશિક નામને ષ્ટિવિષ સર્પ રહે છે. તે ઝેરી સાપે આજ સુધીમાં ઘણા માણસાના ભાગ લીધા છે. માટે આપ આ સીધે માગે જવાનું માંડી વાળા. ” છતાં કરૂણાળુ પ્રભુ, ખીજા કાઇ ઉદ્દે શથી નહીં, પણ પેલા ચડકાશિકને પ્રતિખેાધવા તેજ માગે તેજ આશ્રમ ભણી ગયા.
ચડકાશિકના પૂર્વભવ
ચકાશિક પૂર્વ ભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગેાચરી વહેારવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક ન્હાની દેડકી આવી ગઇ. દેડકીની થયેલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિક્કમવા માટે, હિતચિંતક શિષ્યે ગુરૂને ઇરિયાવહી પડિક્કમતાં, ગેાચરી પડિકકમતાં અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં–એમ ત્રણવાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખુબ ક્રોધ ચડચેા. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દોડયા. પણ એકસ્માત્ એક થાંભલા સાથે અફળાતાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા ! ત્યાંથી તેઓ જ્યાતિષ્ટ દેવ તરીકે ઉપન્યા. ત્યાંથી વ્યવીને તે આશ્રમમાં પાંચસા તાપસેાના સ્વામી ચડકાશિક નામે તાપસ થયા. તેને પેાતાના આશ્રમ ઉપર એટલેા ખયા માહુ કે કદાચ કોઇ માણસ સ્માશ્રમનું કંઈ ફળ-ફુલ તેાડે તે તેજ વખતે ક્રોધે ભરાઇ, કુહાડા લઈને મારવા દોડે. એક વખતે થાડા રાજકુમારને પાતાનાં આશ્રમનાં ખાગમાંથી ફળ તાડતા જોઇ તે ભારે ક્રોધે ભરાયેા.