________________
છમ વ્યાખ્યાન,
ર૩૧
હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યો અને અટ્ટહાસ્ય વિગેરે ઘર ઉપસર્ગ કર્યા.
(૧૨) નિર્દય સંગમે તે પછી વાઘનું રૂપ લીધું. પિતાની વજ જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા તીક્ષણ હેરથી પ્રભુના શરીરને તેણે વિદારી નાખ્યું.
(૧૩) એટલું છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ રહેલા જોઈ, ઠગારા સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. માતપિતા જાણે કરૂણવિલાપ કરતાં હોય તેમ બોલવા લાગ્યાં કે–“હે પુત્ર! તે આવી દુષ્કર દીક્ષા શા સારૂ લીધી? અમે ઘણું દુ:ખી થઈ નિરાધાર ભિખારીની જેમ આડાઅવળા રઝળીએ છીએ. અમારી સંભાળ તું નહીં લે તે બીજું કશું લેશે? તું આ ડાહ્યા હોવા છતાં અમારાં દુ:ખ સામે કાં નથી જેતે?.
(૧૪) એવા કરૂણ વિલાપથી પણ પ્રભુનું મન ન રંગાયું. સંગમે એક છાવણ વિકુવી. તે છાવણીના માણસેએ પ્રભુના પગ વચ્ચે આગ સળગાવી, ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂકયું. - અગ્નિ એટલે બધા આકરે કર્યો કે પ્રભુના પગ નીચે પણ મળવા લાગ્યા.
(૧૫) તે પછી એક ચંડાલ વિકુઓં. તે ચંડાળે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને જંઘા વિગેરે અવયવ ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવું છિદ્રવાળું થઈ ગયું.
(૧૬) તે પછી પ્રચંડ પવન વિશેં. એ પવનથી પર્વતે પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા.
(૧૭) એક ભયંકર વળી ઉપજાવી, કુંભારના ચાકડા