________________
તૃતીય વ્યાખ્યાન.
૧૧૩
અને બાજુબંધથી ભુજાઓ શોભવા લાગી. એક તે પિતાના સ્વાભાવિક સાંદર્યને જ કંઈ પાર ન હતો, તેમાં આભૂષણેએ ઉમેરે કર્યો. કાનમાં પહેરેલાં કુંડળોથી તેમનું મુખમંડળ પ્રકાશી નીકળ્યું. મુકુટવડે મસ્તક ભવ્ય ભાસવા લાગ્યું અને હારવડે હદય સો કોઈના નેત્રને આનંદ આપવા લાગ્યું. રત્નજડિત વીંટીઓથી આંગળી સુવર્ણમય દેખાવા લાગી. એક લાંબા અને લટકતો દુપટ્ટો–ઉત્તરાસંગરૂપે ધારણ કર્યો. આ સુવર્ણ—મણિરત્નનાં કાંતિમય અને કિંમતી આભૂષણે ઉત્તમ કારીગરોએ બનાવેલા હેવાથી, તેના સાંધાઓ એવી ચીવટાઈથી અને કૂશળતાથી જોડી દેવામાં આવ્યા હતા કે કેઈપણ માણસ તે સાંધા ન પકડી શકે; તેમજ સાંધા પિતે પિતાની મેળે ન ઉઘડી જાય. વીરત્વના ગર્વને સૂચવનારા વરવલ જે કેવળ પરાક્રમી પુરૂષે જ પહેરી શકે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે પહેર્યા હતાં. આ બધું રૂપ-સૌંદર્ય જોતાં કેઈને એમજ લાગે કે જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરેથી અલંકૃત અને ફલ-ફેલાદિથી વિભૂષિત હોય છે, તેમ સિદ્ધાર્થ રાજા પોતે પણ એક કલ્પવૃક્ષ જ છે! કેરિંટ વૃક્ષની પુષ્પમાળાવાળું છત્ર તેના મસ્તક ઉપર વિરાજતું હતું અને તેની બન્ને બાજુએ સફેદ ચામર વીંઝાતા હતા. તેના દશનમાત્રથી લોકે “જય! જય!” ના માંગલિક શબ્દો ઉચ્ચારતા હતા.
- સિદ્ધાર્થ રાજાને સમુદાય
નાનગૃહમાંથી નીકળી પિતાની સાથે ગણનાયકે, (પિતપિતાના સમુદાયના મહટા પુરૂષ) દંડનાયક, અંડીયા-માંડ લિક રાજાઓ, યુવરાજે, મંડળના સ્વામીઓ, કુટુંબના સ્વામીઓ, મંત્રીઓ, મહામંત્રીઓ, જ્યોતિષીઓ, ખજાનાના અધિકારીએ