________________
સતમ વ્યાખ્યાન.
૩૩૩ નેમિકુમારે વિનયપૂર્વક ઉત્તર આપ્યો–“ માતાજી ! તમે એ આગ્રહ મૂકી દે. મારું મન મનુષ્યલકની સ્ત્રીઓથી તદ્દન ઉઠી ગયું છે, અને કેવળ મુક્તિરૂપી નારીમાં જ આસક્તિ રાખી રહ્યો છું. તમે જ વિચાર કરો કે જે સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગરહિત છે તેને કેણ સેવે? એક માત્ર મુક્તિરૂપી નારી જ એવી. છે કે જે વિરાગીને વિષે રાગ રાખી રહી છે, હું પણ તેની જ ઈચ્છા રાખું છું.”
રામતીનું રૂદન એ ખબર સાંભળી, વૃક્ષ પડી જતાં વેલડી જેમ મૂછ પામે તેમ રામતી પણ દેવને ઉપાલંભ આપતી ધરણી ઉપર ઢળી પડી ! ભયભીત બનેલી સખીઓ અને દાસીઓ એકદમ
ત્યાં આવી શીતળ જળ છાંટવા, પંખાથી પવન વીંઝવા અને ચંદનરસનું વિલેપન કરવા લાગી. થોડીવારે, મહામુશ્કેલીઓ રાજીમતી શુદ્ધિમાં આવી. શુદ્ધિમાં આવવા છતાં નેત્રમાંથી ધાર અશ્રુ વર્ષાવતી, મોટા સ્વરે વિલાપ કરવા લાગી કે –“હે યાદવ કુળમાં સૂર્ય સમાન ? હે નાથ ? જે આપના જેવા ટેકીલા પુરૂષ પણ પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે તે સમુદ્ર પણ શા સારૂ પતાની મર્યાદા પાળવી જોઈએ?વળી, પોતાના આત્માને ઠપકો આપતી હોય તેમ કહેવા લાગી કે “અરે! કઠેર અને નિલજ હદય? જ્યારે આપણા સ્વામીએ આપણી ઉપર રાગ ઉતારી, અન્યને વિષે રાગ સ્થાપે છે તે પછી હવે આપણે જીવવાનું શું પ્રજન છે?” રાજમતિના હૃદયના ઉંડા ભાગમાંથી ઉપરા ઉપરી દીર્ઘ નિશ્વાસ નીકળવા લાગ્યા. પિતાના સ્વામીને ઉપાલંભ આપતાં તે બેલી કે –“હે ધરૂં? સમગ્ર સિદ્ધાએ ભેગવેલી મુક્તિરૂપી ગણિકામાંજ જે તમે આસક્ત હતા, તે પછી આવી રીતે વિવાહનું બહાનું બતાવી મને શા સારૂ છેતરી ?”