________________
૩૩૬
શ્રી કલ્પસૂત્રઅતિ શાંત સ્વરોમાં નેમિનાથે જવાબ વાળે કે - “હે તાત ! રાષભદેવાદિ તિર્થકોએ વિવાહ કર્યો હતો એ વાત મને પણ મંજુર છે, પરંતુ તેમને પોતાનાં ભેગાવલી કર્મો ભોગવવા માટેજ વિવાહ કરે પડ હત–એ વાત કેમ ભૂલી જાઓ છો? મારાં ગાવલી કર્મો તે ક્ષીણ થઈ ગયાં છે. છતાં અનંત જંતુ
ના સંહારક અને સંસારને દુઃખમય કરનારા એક સ્ત્રીના સંગ્ર હવાળા વિવાહને માટે આપ શા સારૂ આગ્રહ કરી રહ્યા છે?” અહીં કવિ ઉભેક્ષા કરે છે કે –
मन्येऽङ्गनाविरक्तः परिणयनमिषेण नेमिरागत्य ।
राजीमती पूर्वभव प्रेम्णा संकेतयद मुक्त्यै ॥ અર્થાત-હું એમ માનું છું કે સ્ત્રીએથી વિરક્ત એવા શ્રી નેમિનાથ પ્રભુ, પરણવાના બહાનાથી અહીં આવીને, પૂર્વભવના પ્રેમથી રામતીને મોક્ષ માટે સંકેત કરી ગયા.
દીક્ષાની તૈયારી સર્વ કળાઓમાં કૂશળ, ભદ્રક પ્રકૃતિવાળા અને વડિલને વિનય કરનારા શ્રી નેમિનાથ પ્રભુ ત્રણસો વરસ સુધી કુમારપણે ગૃહસ્થાવાસમાં રહ્યા. એટલામાં લોકાંતિક દેએ પોતાના આચાર પ્રમાણે, દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે પ્રભુને અભિનંદન આપતાં સૂચવ્યું કે –“હે કામદેવને જીતનાર તથા સમસ્ત જંતુઓને અભયદાન આપનાર પ્રભુ! આપ જયવંતા વર્તી અને હંમેશના મહત્સવ માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવ!” (ઈત્યાદિ સર્વ પ્રથમની પેઠે અહીં કહેવું.)
શ્રી નેમિનાથ પ્રભુને પહેલેથી અનુપમ એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે વડે પ્રભુ પિતાને દીક્ષાકાળ જાણીને,