________________
૩૯૦
શ્રી કલપસૂત્રડાળું કરવામાં આવ્યું છે તેની વચમાં બાવન પલના પ્રમાણવાળે મત્સ્ય આકાશમાંથી પડશે.”
ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે “માર્ગમાં અર્ધપલ શોષાઈ જવાથી સાડી એકાવન પલના પ્રમાણુવાળે અને કુંડાળાની વચમાં નહીં પણ છેડે પડશે.”
વરાહનું કથન છેટું પડયું અને શ્રી ભદ્રબાહુ સ્વામીનું ભવિષ્ય ખરૂં પડયું.
એક વાર રાજાને ત્યાં કુમાર અવતર્યો. વરાહે કહ્યું કે:-“આ કુમારનું આયુષ્ય સો વર્ષનું છે.” ભદ્રબાહુ વારાહની જેમ રાજકુમારને જોવા પણ ન ગયા. તેથી વરાહે કહેવા માંડયું કે “ભદ્રબાહુને વ્યવહારનું જરાએ ભાન નથી. રાજાના કુમારને જોવા પણ ન આવ્યા.” આથી લોકમાં જેનેની નિંદા થવા લાગી. એટલે ભદ્રબાહુ સ્વામીએ કહેવડાવ્યું કે-“રાજકુમારનું મૃત્યુ આજથી સાતમે દહાડે બીલાડીથી થવાનું છે.” રાજાએ શહેરમાંથી સર્વ બિલાડીઓ કાઢી મુકાવી. સાતમે દિવસે કુમાર ધાવતે હતું, તેટલામાં જ બિલાડીના આકારવાળે આગળીયે ઉપરથી પડે અને કુમારના પ્રાણ ઉડી ગયા.
વરાહમિહિર લોકેમાં બહુ હલકો પડશે. ઠેકઠેકાણે ભદ્રબાહુ સ્વામીના અસાધારણ જ્ઞાનના વખાણ થવા લાગ્યા. વરાહમિહિર ક્રોધથી વ્યંતર થયે અને રોગચાળા મકલી લોકોને ત્રાસ આપવા લાગ્યા. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર રચીને ઉપદ્રવ કરનાર વ્યંતરને દૂર કર્યો. કહ્યું છે-“જેણે ભારે કરૂણા આણું ઉપસર્ગહર સ્તોત્ર રચ્યું અને સંઘનું કલ્યાણ કર્યું તે ભદ્રબાહુ સ્વામી જયવંતા વ7.”
સ્થૂલભદ્ર માઢર ગોત્રવાળા સ્થવિર આર્યસંભૂતિવિજયને ગૌતમ