________________
પાછમ વ્યાખ્યાન
૨૦૭.
પહોંચ્યા. એક દેવે નાવનું રક્ષણ કર્યું અને બીજાએ સુદંષ્ટ્ર સાથે યુદ્ધ કરી તેને હરાવીને કાઢી મૂકો. તે પછી તે બને દે પ્રભુનાં સત્વ તથા રૂપનું ગુણગાન કરતા, નાચતા, મહત્સવપૂર્વક સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતા પિતાના સ્થાને ચાલ્યા ગયા.
કંબલ અને શંબલ દેવે કોણ ? એકદા મથુરા નગરીમાં જિનદાસ નામે શેઠ રહેતે હતે. તેને સાબુદાસી નામની એક સુશીલા સ્ત્રી હતી. બંને પરમ શ્રાવક હતાં. પાંચમા વ્રતમાં સર્વથા ઢેર રાખવાનું તેમણે પચ્ચખાણ કરેલું હોવાથી, પોતે એકે પશુ પોતાને ત્યાં ન રાખતા. દૂધ-ઘી વિગેરે જોઈએ તે એક આહીરણ પાસેથી વેચાતું લઈ લે. ઘણા દિવસના આવા વ્યવહારથી પેલી આહીરણ અને સાધુવાસી વચ્ચે ગાઢ મૈત્રી થઈ. એક વખતે આહીરણને ઘેર વિવાહને પ્રસંગ હતું. તેણીએ શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. શેઠે કહ્યું કે:–અમારામાંથી તે કોઈ આવી નહીં શકે, પણ તમારે વિવાહમાં કંઈ ચીજ-વસ્તુ જોઈતી હોય તે ખુશીથી લઈ જજે.
પછી જિનદાસે વાસણ, વસ્ત્રો, ઘરેણુંધુપ, સુગંધી પદાર્થો વિગેરે ઘણી ઉત્તમ વસ્તુઓ વિવાહમાં આપી. તેથી આહિરણને વિવાહત્સવ ઘણે સરસ દીપી નીકળ્યા. લેકેએ પણ એ વિવાહના ઘણું ઘણું વખાણ કર્યા. આહેર અને આહેરણ બને જણ જિનદાસ ઉપર ઘણા પ્રસન્ન થયાં અને વિચારવા લાગ્યાં કે શેઠ કરેલા ઉપકારનો બદલે આપણે હવે કેવી રીતે વાળી આપશું ? તેમણે પિતાને ત્યાં ઉછરતા અતિ મનોહર, મજબુત અને સરખી ઉમરના બે વાછડા શેઠને આપવાનો નિશ્ચય કર્યો.
જિનદાસ અને સાધુદાસીએ તે વાછડા પાછા લઈ જવાને ઘણું સમજાવ્યું, પણ તેમણે ન માન્યું અને પરાણે તેમના