________________
ર૭ર
શ્રી કલ્પસૂત્રકત છે. કારણ કે જ્ઞાન અમૂર્ત છે છતાં બ્રાહ્મી જેવાં ઔષધે વડે અથવા ઘી દૂધ વિગેરે સાત્વિક પદાર્થો વડે તેને અનુગ્રહ થતે જોઈએ છીએ, તેમજ મદિરા કે ઝેર જેવા પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતે જોવામાં આવે છે. એટલે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત જરૂર સંભવે છે.
જે કમ ન હોય તે એક સુખી અને બીજે દુઃખી, એક શેઠ અને બીજે નેકર, એવા ભેદે અને આ સૃષ્ટિની બધી વિ. ચિત્રતાનું બીજું કયું કારણ સંભવે? રાજા અને રંકની ઉચતા -નીચતામાં કંઈક કારણ તે અવશ્ય હોવું જોઈએ, અને તે કારણ તેમનાં શુભાશુભ કર્મ છે.
કઈ પણ ક્રિયા નિષ્ફળ નથી જતી. દાન વિગેરે શુભ ક્રિયાઓ અને હિંસા વિગેરે અશુભ કિયાઓનાં ફળ અવશ્ય હોય છે, અને તે ફળ કમ અથવા કર્મફળના નામથી પ્રસિદ્ધ છે.
એ પ્રમાણે પ્રભુના મુખથી પ્રકાશ પામતી યુકિતઓ સાંભળી અગ્નિભૂતિને કર્મ વિષયક સંશય ઉડી ગયે. તેને શ્રદ્ધા થઈ કે “કમ છે.” અને તેજ વખતે તેણે પણ પિતાના પાંચ શિષ્ય સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્રીજા ગણધરના મનનું સમાધાન ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થએલા સાંભળી ત્રીજા ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે-“ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિના પૂજ્ય એ મારા પણ પૂજ્ય ગણાય, તેથી મારે પણ તેમની પાસે મારી શંકાનું સમાધાન કરી લેવું ઉચિત છે.” પ્રભુ પાસે તે પિતાના પાંચસો શિષ્યના પરિવાર સાથે પહોંચ્યું કે તુરતજ પ્રભુએ તેને અને નામ પૂર્વક બોલાવતાં કહ્યું કે
ગોતમ વાયુભૂતિ! આ શરીર એજ આત્મા હશે કે