________________
૧૩૬
શ્રી કલ્પસત્રકુકડા વિગેરેને તેમના પ્રાપ્રિય બચ્ચાંઓથી વિયોગે પડાવ્યા હશે? અથવા મેં પૂર્વજન્મમાં શું બાળહત્યા કરી હશે ? શું શૈક્યના પુત્રાદિ વિષે દુષ્ટ વિચાર કર્યા હશે? શું કામણ વિગેરે કયી હશે? ગર્ભનું સ્તંભન, નાશ અને પાત જેવાં કુકર્મ કર્યા હશે ? અથવા તે શું તે સંબંધી મંત્રો અને આિષાને પ્રયોગ કર્યો હશે ? અથવા પૂર્વજન્મમાં શું ઘણીવાર શીલનું ખંડન કર્યું હશે ? કારણ કે આવું દુઃખ નીચ કર્મ વિના ન સંભવે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“જન્માંતરમાં કરેલા શીલના ખંડનથી કુરાંડપણું, બાળવૈધવ્ય, દુર્ભાગ્યાદિ, વંધ્યત્વ, મૂવેલા બાળકો અવતરે એવું નિદ અને વિષકન્યાદિ અવતાર મળે છે, માટે હંમેશાં પિતાના શીલને દૂઢતાથી સાચવવું.”
એવી રીતે ચિંતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમળ જેવા પ્લાન મુખવાળી ત્રિશલા રાણીને વિચારમાં ગરકાવ જોઈને તેમની સખીઓએ શોકનું કારણ પૂછયું. ત્રિશલા માતાની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. તેમણે એક દીર્ઘ નિશ્વાસ નાખ્યો અને ટૂંકામાં જ જવાબ આપે કે –“હે સખી હું એક અભાગિણું નારી તમને મારું દુઃખ શી રીતે કર્યું? મારૂં સર્વસ્વ આજે નાશ પામ્યું છે.”
બીજું બધું તે ઠીક પણ હે વિદુષિ! તારા ગર્ભને તે કુશળ છે ને ? એ એક જે કુશળ હોય તે બીજું અમંગળ પોતાની મેળે શાંત થઈ જશે. ” સખીઓએ આશ્વાસન આપતાં કહ્યું.
“સખીઓ ! જે મારા ગર્ભને કુશળ હોય તે બીજું અકુશળ જેવું મારા માટે આ દુનિયામાં છે જ શું ?” એટલું કહેતામાં ત્રિશલા માતા મૂછ ખાઈ ધરણી ઉપર ઢળી પડ્યાં. સખીઓએ શીતળ ઉપચાર કરી શુદ્ધિ પ્રાપ્ત કરાવી. શુદ્ધિમાં