________________
૧૭૪
શ્રી ક૯પસૂત્રવર્ષ પર્યત પ્રભુ વસ્ત્રો અને આભૂષણ વડે અલંકૃત રહેતા, પણ હંમેશા નિરવા આહાર કરતા, જળ પણ અચિત્ત જ પીતા, અને સર્વજ્ઞાનને બદલે લોકવ્યવહારથી હાથ-પગ-મહાં ધોતા તે પણ અચિત્ત જળથી જ. ત્યારથી તેમણે અંદગીપર્યતનું બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તે તેમણે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું, કારણ કે તીર્થકરોને એ આચાર છે. પ્રભુ જ્યારે જમ્યા ત્યારે ચંદ સ્વપ્નના પ્રતાપે “નિશ્ચયથી આ કુમાર ચક્રવત્તી રાજા થશે.” એમ ઘણું લેકે માનતા અને તેથી જ શ્રેણિક, ચંડપ્રોત વિગેરે રાજકુમારો પિતપોતાના માતાપિતાની આજ્ઞાથી, પ્રભુની સેવા કરવા માટે હાજર થઈ ગયા હતા. પણ જ્યારે પ્રભુને મહા વૈરાગી અને દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યારે તેમને ખાત્રી થઈ કે “આ ચક્રવતી ન હોઈ શકે. તેથી તેઓ પિતપેતાને ઘેર ચાલ્યા ગયા.
લેકાન્તિક દેવેને સંકેત એક તરફ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી હોવાથી પ્રભુ પિતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મલેક નિવાસી લોકાતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું, એટલે કે પ્રભુની ઓગણત્રીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર આવ્યાનું સૂચવી દીધું. જો કે પ્રભુ તે સ્વયંસંબુદ્ધ છે, તેથી તેમને કેઈના ઉપદેશની અપેક્ષા ન હોય, પરંતુ પોતાના આચારને માન આપી કાન્તિક દેવે આ સંકેત સૂચવી જાય છે. તે નવ પ્રકારના લોકાતિક દેએ પિતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઉતરી જાય એવી વાણીમાં પ્રથમ તે પ્રભુને વારંવાર અભિનંદી ખુબ સ્તુતિ કરી. તેમણે કહ્યું કે “હે સમૃદ્ધિશાલી ! આપને જય હે, હે કલ્યા