________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૩ માનસિક સંતોષ અને રવજને તરફને સત્કાર પણ વધતે જ રહ્યા છે. માટે જયારે આ બાળકને જન્મ થાય ત્યારે ગુણને અનુરૂપ અને સાર્થક એવું વર્ધમાન નામજ પાડશું.
મહાવીરની માતૃભક્તિ શ્રમણ ભગવાન મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. તેથી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન નહિં થતાં નિષ્પદ અને નિષ્ઠપ થયા. પોતાના અંગઉપાંગને એવી રીતે ગોપળ્યાં કે માતાને જરા પણ કષ્ટ ન થવા પામે. ભગવાનની તે વખતની સ્થિતિ અને મુદ્રાની કલ્પના કરી કવિ ઉઝેક્ષા કરે છે કે
एकान्ते किमु मोहराजविजये मन्त्रं प्रकुर्वन्निव ध्यानं किञ्चिदगोचरं विरचयत्येकः परब्रह्मणि किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं रुप कामविनिग्रहाय जननी कुक्षावसौ वः श्रिये ॥
શું એકાંતમાં બેસી પ્રભુ મહારાજા ઉપર વિજય મેળવવાને મંત્ર જપી રહ્યા હશે? અથવા શું પરબ્રહ્મની પ્રાપ્તિ માટે, એકલા પ્રભુ, કઈક અગોચર ધ્યાન ધરી રહ્યા હશે ? અથવા તે શું કલ્યાણ રસને સાધતા હશે? અથવા શું કામદેવ ઉપર કાબુ મેળવવા માટે માતાની કુખમાં પિતાનાં અંગોપાંગ સંકેચી રાખ્યા? એવા પ્રકારના શ્રી મહાવીર તમારા કલ્યાણને માટે હે ! | માતાનું હૃદય–અનહદ ચિંતા-શેક–સંતાપ
પ્રભુ નિશ્ચલ થયા એટલે માતાને એકદમ ફાળ પડી. માતાને લાગ્યું કે ખરેખર મારો ગર્ભ કે દુષ્ટ દેવે હરી લીધે, અથવા