________________
ષષમ વ્યાખ્યાન.
૨૯૩. શ્રી ગૌતમસ્વામીના મસ્તક ઉપર અને પછી અનુક્રમે બીજાએના મસ્તક ઉપર ચણ નાખ્યું. દેવેએ પણ એ પ્રસંગે હર્ષિત થઈ, તે અગીયારે ગણધર ઉપર ચૂર્ણ, પુષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. ત્યારપછી પ્રભુએ સુધર્માસ્વામીને મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી તેમને ગણની અનુજ્ઞા આપી.
પ્રભુના એકંદર ચોમાસાં શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામને આશ્રીને, વર્ષાકાળમાં રહેવા માટે પહેલું અંતરાવાસ-માસું કર્યું. ચંપા અને પૃષ્ટચંપાને આશ્રીને વષકાળમાં રહેવા માટે ત્રણ માસાં કર્યા. વૈશાલીનગરી અને વાણિજ્ય ગ્રામને આશ્રીને બાર માસાં ર્યા. રાજગૃહનગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના પાડાને આશ્રીને ચાદ ચોમાસાં કર્યાં. છ માસાં મિથિલા નગરીમાં, બે ભદ્રિકાનગરીમાં, એક આયંબિકાનગરીમાં, એક શ્રાવસ્તીનગરીમાં, એક વજભૂમિ નામના અનાર્ય દેશમાં, અને એક મધ્યમ પાપાનગરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનોની સભામાં અપશ્ચિમ-છેડલું ચોમાસું કર્યું. પાયાનગરીનું નામ પ્રથમ તે અપાપા હતું, પણ પ્રભુ તે નગરીમાં કાલધર્મ પામ્યા તેથી દેવોએ તેનું નામ ફેરવીને પાપાપુરી પાડયું. આ રીતે પ્રભુના છદ્મસ્થકાળમાં અને કેવલી અવસ્થામાં બધા મળીને બેંતાલીશ ચોમાસાં થયાં. શ્રી મહાવીર પ્રભુ ક્યાં અને કયારે નિર્વાણ પામ્યા?
શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ પાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનેની સભામાં છેલ્લું ચોમાસું વર્ષોમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને–વર્ષાકાળનો જે (આ) ચૂંથો મહિને, વષકાળનું સાતમું પખવાડીયું, એટલે કે