________________
શ્રી કહપસૂત્રછે. એવી રીતે તેવીસ તીર્થંકર થઈ ગયા પછી શ્રમણ ભગવંત શ્રી મહાવીર થયા. મહાવીર પ્રભુ વર્તમાન ચેવીસીમાં છેલ્લા તીર્થકર છે, વળી પૂર્વે થઈ ગએલા તીર્થંકર પણ શ્રી મહાવીર પ્રભુ થવાના છે એમ સૂચવી ગયા છે. શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણ કુંડગ્રામ નામના નગરમાં, કેડાલગેત્રી ષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા બ્રાહ્મણી જે જાલંધરસગોત્રી છે, તેની કુખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. બરાબર મધ્યરાત્રીના સમયે અને ઉત્તરાફાલ્યુની નક્ષત્રને ચંદ્રગ પ્રાપ્ત થતું હતું, તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરી ગર્ભમાં આવ્યા. તે વખતે તેઓ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા અને “હું વીશ” એવી રીતે ભવિષ્યકાળ જાણવા છતાં જે વખતે એવે છે તે વખતે જાણ શકતા નથી, કારણકે તે એક સમયે થાય છે અને “હું આવ્યું છું” એમ પણ જાણે છે.
તે રાત્રીએ દેવાનંદ બ્રાહ્મણ ભર ઉંઘમાં ન હતી તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે અલ્પ નિદ્રા લઈ રહી હતી. પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિ ઉદા, કલ્યાણમય, ઉપદ્રવ હરનારા, મંગળમય અને સુંદર ચૈાદ મહાસ્વપ્ન જોયાં. એ સ્વપ્ન જોઈ દેવાનંદ જાગી ગયાં. એ સ્વપ્નનું વર્ણન મૂળ ગાથામાં આ પ્રમાણે છે:
ગય (ગજ), વસહ (વૃષભ), સહ (સિંહ) અભિસેઅ (અભિષેક), દામ (પુષ્પમાળા) સસિ (શશી)દિgયર (દિવાકર) જ્ઞય (વ્રજ) કુંભ (ઘટ), પઉમસર (પદ્મસરોવર) સાગર, વિમાણ, ભવણ (વિમાન, ભવન) રણુચ્ચય (રત્નસમુહ) સિહીં ચ શીખા)”
અર્થ સહેલાઈથી સમજાય તેવે છે. તેમાં જ્યાં અભિષેક છે ત્યાં લક્ષમી સંબધી અભિષેક જાણ, અને પદ્યસરવર એટલે