________________
૩૭૮
શ્રી કલ્પસૂત્રતરત જ તેણે ક્રોધાવેશમાં મુઠી ઉગામી ભરતને મારવા દેટ મૂકી. દેટ તો મૂકી પણ થોડે દૂરજતાં જ બહસ્પતિ સમાન તેની વિવેક બુદ્ધિએ તેને વાર્યો. તે પુનઃ વિચારવા લાગ્યું કે –“અરેરે ! આ હું કોને મારવા દોડી જઉં છું? મોટા ભાઈ તે પિતા તુલ્ય ગણાય! તેમને મારાથી શી રીતે હણી શકાય? પરન્તુ મારી ઉગામેલી આ મુઠી નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય?” પણ એ મુંઝવણ વધારેવાર ન રહી. તેમણે તે મુડીવડે પિતાના મસ્તક પરના વાળને લોન્ચ કરી નાંખે અને સર્વ સાવદ્ય કર્મ તજી દઈ કાઉસગેધ્યાન ધર્યું. પછી ભરત મહારાજાએ તેમની પાસે જઈ ભક્તિપૂર્વક વંદન કર્યું અને પિતાને અપરાધ ખમાવી સ્વસ્થાને ચાલ્યા ગયા.
' “વીરા ! ગજ થકી હેઠા ઊતરે !”
સર્વ સાવદ્ય ત્યાગ થયે, પણ બાહુબલિ મુનિ અભિમા નને ત્યાગ ન કરી શકયા. તેમને વિચાર થયો કે “જે હું હમણાં ને હમણાં જ પ્રભુ પાસે જઈશ તે મારે મારાહાના, પણ દીક્ષા પયોયથી મહાટા ગણાતા ભાઈઓને વંદન કરવું પડશે. હું આવે હોટ છતાં ન્હાના ભાઈઓને વંદન કરૂં એ કેમ બને ? એટલે હવે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જવાનું રાખીશ.” આવા અહંકારમાં ને અહંકારમાં જ એક વરસ પર્યત કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બહેનેએ આવીને કહ્યું કે “હે વીરા! અભિમાનરૂપી હાથીથી નીચે ઉતરે” બાહુબલિ મુનિવરના હૃદય ઉપર એ પ્રતિબોધની તક્ષણ અસર થઈ અને અહંકારરૂપી ગજ થી નીચે ઉતરી જેવો પગ ઉપાડે કે તે જ વેળા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારબાદ પ્રભુ પાસે જઈ ઘણો વખત વિચરી પ્રભુ સાથે જ ક્ષે સીધાવ્યા. મહારાજા ભરતે પણું