________________
શ્રી કલ્પસૂત્રઉખેડી ફેંકી દેનાર, ત્રણ જન્મને પવિત્ર કરનાર, મન, વચન તથા કાયાના દેષને ચૂસી લેનાર અને ત્રણ જગમાં સર્વથી શ્રેષ્ઠ પદને અપાવનાર છે. માટે મેક્ષના અભિલાષી ભવ્યજનોએ તેવા અઠ્ઠમના તપમાં જરાય આલસ્ય કે ઉદાસીનતા દર્શાવવી નહીં.
નાગકેતુનું દાન–ચંદ્રકાન્તા નામની નગરીમાં વજ્યસેન રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં શ્રીકાંત નામે એક મહેટે શાહુકાર વસતો હતે. શ્રીકાંત શેઠને શ્રીસખી નામની એક ગુણવતી ભાર્યા હતી. દેવેના અનુગ્રહથી શ્રી સખીને એક પુત્ર થયે. શેઠનું આખું કુટુંબ ભારે ધાર્મિક અને શ્રદ્ધાવાળું હતું. ધર્મધ્યાન અને જપ-તપ વિગેરેના વાર્તાલાપ તથા વિધિવિધાનથી ઘરના વાતાવરણમાં પણ શુદ્ધ સંસ્કાર પડતા. પર્યુષણુ પર્વને પ્રસંગ પ્રાપ્ત થયો અને શેના ઘરમાં અઠ્ઠમ તપની વાતચીત થવા લાગી. પેલા બાળકના કાને આ વાતના ભણકાર પડ્યા. અઠ્ઠમ અને પર્યુષણનું નામ સાંભળતાની સાથે જ ન્હાના-નિર્દોષ બાળકને એકદમ જાતિસ્મરણ જ્ઞાન થયું અને અઠ્ઠમ કરવાના ઉંચા અભિલાષથી તેણે માતાને ધાવવાનું એક માંડી વાળ્યું.
પોષણના અભાવે શિશુ સંતાન, માલતીનું પુષ્પ કરમાય તેમ જ સૂકાવા લાગ્યું. માતપિતાયે ઘણું ઘણું ઉપાયો કર્યા પણ બાળકે તે તરફ મુદ્દલ લક્ષ ન આપ્યું. એક તો બાળ વય અને તેમાંયે વળી આવી આકરી તપસ્યા ! સુકુમાર દેહનું ચૈતન્ય ક્રમે ક્રમે ઉડી ગયું અને તે મૂછવશ થયો. નેહાળ માતપિતાને પોતાના એકલવાયા પુત્રના આવા હાલહવાલથી કેવો ભારે આઘાત થયે હશે તેની કલ્પના માબાપ પોતે જ કરી શકે. શ્રીકાંત શેઠ અને શ્રી સખી આ કઠણ આઘાત સહન કરી ન શક્યા. તેમણે પિતાના પુત્રને મૃતવત્ લેખી તેજ ક્ષણે પ્રાણ છોડી દીધા !