________________
પ્રથમ વ્યાખ્યાન.
છે? તે તારે શિષ્ય તે કયારનેય મરી ગયે, હું તે છેક જૂદો જ માણસ છું તેની તને ખબર નહીં હોય. અલબત્ત, આ શરીર શાળાનું છે પણ તે તે મેં પરિસહ સહન કરવાને ખાતર પસંદ કર્યું છે, ગોશાળાનું શરીર પરિસહ વેઠવામાં ઠીક કામ આવશે એમ ધારીને જ મેં તે શરીરને મારું પોતાનું બનાવ્યું છે, બાકી હું પોતે કંઈ મંખલિપુત્ર ગોશાળે નથી!
ગશાળાની તોછડાઈ અને અમર્યાદા જેઈ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓને બહુ લાગી આવ્યું. તેઓ ભગવાનનું આ રીતે અપમાન થતું જઈ ન શક્યા. તેઓ વચમાં ઉત્તર આપવા જતા, ગોશાળે તેજ વખતે તેજલેશ્યા છેડી બન્ને સાધુને બાળી નાખ્યા. સાધુએ તે કાળ કરી સ્વર્ગ ગયા.
પ્રભુએ પોતાની અતિ શાંત, મૃદુ અને હિતકારક વાણીમાં ગશાળાને સંબોધી કહ્યું કે –“કઈ માણસ ચોરી કરતાં પક ડાઈ જાય અને તે વખતે કીલે, પર્વત કે ગુફા જેવું છૂપાવાનું
સ્થાન ન મળતાં પોતાની આંગળી કે કઈ તરખલા નીચે મોં સંતાડવાનો પ્રયત્ન કરે તો શું તે તેને છુપાવી શકે ? તારે બચાવ પણ બરાબર તેવાજ છે. તું તે જ ગોશાળ છે, તું બીજે કઈ જ નથી. ખોટી રીતે શા માટે તારા આત્માને છુપાવે છે?” આવી રીતે સમભાવપૂર્વક યથાસ્વરૂપ કહેવા છતાં તે દુરાત્માએ કેધ કરી ભગવંત ઉપર પણ તેજેશ્યા મૂકી. પરંતુ એવા દુરાત્માની તેજોલેશ્યા પ્રભુ જેવા મહા પ્રતાપી, તપસ્વી અને સંયમી પુરૂષને શી અસર કરે ? તેજલેશ્યા પ્રભુની આસપાસ ત્રણ વાર પ્રદક્ષિણ દઈ, પાછી મેંશાળાના શરીરમાં જ દાખલ થઈ ગઈ. તેનું આખું શરીર દાઝી ગયું, અને તેથી સાત દિવસ સુધી ભારે વેદના વેઠી સાતમી રાત્રીએ મરણને શરણ થયે.