________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૪૭ (૭ મા જિનેશ્વર) શ્રી સુપાર્શ્વના નિર્વાણ પછી નવસે કોટિ સાગરોપમે શ્રી ચન્દ્રપ્રભનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું. ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૬ ઠ્ઠા જીનેશ્વર) શ્રી પદ્મપ્રભના નિર્વાણ પછી નવ હજારકોટિ સાગરોપમે શ્રી સુપાર્શ્વનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું અને તે પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૫ મા જીનેશ્વર) શ્રી સુમતિનાથના નિર્વાણ પછી નેવું હજાર કેટિ સાગરેપમે શ્રી પદ્મપ્રભનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ તુજાર ત્રણ વરસ અને સાડાઆઠ માસ ન્યૂન એવા દસ હજાર કટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું અને તે પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૪ થા જીનેશ્વર) શ્રી અભિનંદનના નિર્વાણ પછી નવ લાખ કોટિ સાગરોપમે શ્રી સુમતિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું, ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૩ જા જીનેશ્વર) શ્રી સંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કેટિ સાગરોપમે શ્રી અભિનંદનનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ મેટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિવણ થયું અને ત્યાર પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.