________________
શ્રી કલ્પસત્રવાની તથા કૂદવાની ક્રિડા કરવા લાગ્યા. એ વખતે સધર્મેન્દ્ર પિતાની સભામાં પ્રભુના ધેર્યગુણની પ્રશંસા કરતે કહેવા લાગે કે “હે દેવો ! અત્યારના આ કાળમાં, મનુષ્યલકમાં, શ્રી વધ. માન કુમાર એક બાળક હોવા છતાં તેમના જે બીજે કંઈ પરાક્રમી વીર નથી. ઈન્દ્રાદિ દે પણ તેમને બહીવરાવાને અસમર્થ છે. ખરેખર, ન્હાની વયમાં પણ તેઓ કેવા પરાક્રમી છે? બાળક હેવા છતાં પણ કેવા ધૈર્યશાળી છે?”
મિથ્યાષ્ટિ દેવની ખાલી માથાકૂટ સૈધર્મેન્દ્રનાં આવાં વચન સાંભળી કોઈ મિથ્યાષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે – આ ઈન્દ્રને પોતાની સત્તાના અભિમાનમાં ગમે તેમ બોલી નાખવાની ટેવ પડી છે. રૂઉના પુમડાથી આખા નગરને દાટી દેવા જેવી મુર્ખાઈભરેલી વાત કેઈ બુદ્ધિમાન તે નજ માને. મનુષ્ય તે દેવેની પાસે એક પામરમાં પામર કીડ જે ગણાય, તેને પણ આ ઈન્દ્ર દેવો કરતાં કેટલે બધો ઉચે ચડાવે છે? શું એક માનવબાળનું પૈર્ય દેવે પણ ચલાયમાન ન કરી શકે? હું તે બીલકુલ માની શકતું નથી. હમણાં જ હું ત્યાં જઉં અને તે કુમારને બહુવરાવી ઈન્દ્રને જૂઠો પાડું તેજ ખરો? આ પ્રમાણે વિચાર કરી તે દેવ, જ્યાં કુમારે ક્રિડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, ભયંકર કુંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત ફણાવાળા મોટા સપનું રૂપ બનાવીને ક્રિડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આ ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમ્મત ગમ્મત પડતી મૂકી નાશી છુટ્યા. પરંતુ મહા પરાક્રમી, વૈર્યશાળી શ્રી વર્ધમાન કુમારે જરાપણ ભય પામ્યા વગર, પતે