________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૬૯
એ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી, ઈન્દ્રભૂતિનો આત્મા વિષયક સંશય છેદાઈ ગયે. તે જ વખતે ગૌતમ શ્રી ઈદ્રભૂતિએ અને તેની સાથે તેના પાંચસો શિષ્યોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારપછી મૈતમ મહારાજે “પુષ્પદ્ વા વિમે વધુ વા'દરેક પદાર્થ વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્યરૂપે નિત્ય–ધ્રુવ રહે છે. એ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળી, દ્વાદશાંગીની રચના કરી.
અગ્નિભૂતિનું અભિમાન ઈન્દ્રભૂતિએ અંતઃકરણનું સમગ્ર અભિમાન પ્રભુના ચરણે ધરી દઈ દીક્ષા લઈ લીધી છે, એવી બાતમી અગ્નિભૂતિને મળી ત્યારે તે વાત તેને ગળે ન ઉતરી. તેને ખાત્રી હતી કે કદાચ પર્વત પીગળી જાય, હિમને સમુહ સળગી ઉઠે, આગની જવાળા શીતળ થઈ જાય, વાયુ સ્થિર બને, ચન્દ્રમાંથી આગ વરસે, અને પૃથ્વી પાતાલમાં પેસી જાય તે પણ મારા ભાઈ ન હારે !
પરંતુ તેના મુખથી સાંભળી તેને નિશ્ચય થયે કે, ખરેખર ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધી છે, ત્યારે તેનું અભિમાન પણ ઉછળી આવ્યું. તે વિચારવા લાગ્યું કે –“એ સર્વજ્ઞ કહેવાતા ધુતારાએ જરૂર મારા ભાઈને ભેળવી દીધો, પણ તેથી શું થયું? હું પોતે હમણું જ તે ધૂર્તને જીતી લઈશ અને માયાપ્રપંચથી પરાજીત કરેલા મારા વડિલ ભાઈને પાછો લઈ આવીશ.”
એ પ્રમાણે વિચાર કરી અગ્નિભૂતિ પિતાના પાંચ શિષ્યને સાથે લઈ પ્રભુ પાસે દેડી આવ્યું. શ્રી મહાવીર પ્રભુએ તેને પણ તેનાં નેત્ર અને નામના સંબંધનથી બોલાવી, તેના મનને સંદેહ કહી આપે. પ્રભુએ કહ્યું કે –“હે ગૌતમ