________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૩૫
ન સંભળાવવા લાયક વાકયે શા સારૂ સંભળાવો છે? મારા પવિત્ર કુળને કલંક લાગે અને કુલટાના કુળને છાજે એવા શબ્દો શા સારૂ ઉચ્ચારે છે? સૂર્ય પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદા છોડે અને પૃથ્વી પાતાળમાં પેસી જાય તે પણ નેમિકુમાર સિવાય અન્ય કઈ વરને હું ન વરૂં. મન અને વચનથી તે હું તેમને કયારનીયે વરી ચૌ છું, તેની તમને ક્યાંથી ખબર હોય ?”
નેમિકુમારને ઉદ્દેશ તે બોલીઃ “હે જગતના અધીશ? આપની પાસે આવનારા વાચકને તે આપ તેમની ઈચ્છા ઉપરાંત આપે છે, પણ મેં એવું તે શું અપરાધ કર્યો કે આપની પ્રાર્થના કરવા છતાં મારાહસ્ત ઉપર આપને હસ્ત પણ ન મૂક્યો? એટલું બોલી તે ઉંડા વિચારમાં પડી. પછી, કંઈ માર્ગ જડ હાય તેમ બોલી:– રોલેકયશ્રેષ્ઠ–શ્રી નેમિકુમારને હસ્ત લગ્નમ હોત્સવમાં, મારા હસ્તને વિષે ન પડયે તેથી શું થઈ ગયું? દીક્ષામહોત્સવ સમયે તે તેમને હસ્ત, વાસક્ષેપ નાખવાના નિમિતે મારા મસ્તક ઉપર જરૂર પડવાને !”
પિતાને યુકિતવાદ એટલામાં સમુદ્રવિજ્ય રાજ પણ પરિવાર સહિત ત્યાં આવી પહોચ્યા હતા, તેઓ નેમિકુમારને ધીમે ધીમે સમજાવવા લાગ્યા કે –“હે વત્સ ! ન પરણેલાજ મોક્ષે જઈ શકે અને બાકીના રઝળી પડે એ નિશ્ચયવાદ કયાં જોવામાં આવતું નથી. પર્વે થઈ ગયેલા શ્રી ત્રાષભદેવાદિ તીર્થકરે પણ વિવાહ કરીને, સં. સારને લહાવે લઈને–ગ લાગવીને, દીક્ષા સ્વીકારી મોક્ષે ગયા હતા. તમે બ્રહ્મચારી શું તેમના કરતાં પણ ઉંચી પદવીએ પહેચવા માગે છે? પરણેલાને માટે મોક્ષ નથી એ વાત મન માંથી કહાડી નાખો અને હે પિતૃવલ! વિવાહ કરી અમારા મરથ પૂર્ણ કરે !”