________________
૨૮૪
શ્રી કલ્પસૂત્રપણ દેવની સત્તા દર્શાવનારાં બીજાં વેદવાક જોઈ તું વિચારમાં પડી ગયા છે. તું જાણે છે કે – gષ યજ્ઞાથુધી વનમાનોન્ન સ્વ છતિ–એટલે કે યજ્ઞરૂપ હથીયારવાળો આ યજમાન જલદી સ્વર્ગલોક–દેવલોકમાં જાય છે. આ વાક્ય દેના અસ્તિત્વનું સ્પષ્ટ સૂચન કરે છે. કારણ કે દેવ ન હોય તે દેવલોક સંભવે જ શી રીતે? આવી રીતનાં એક બીજાથી વિરૂદ્ધ જતાં વેદવાક સાંભળી તું મુઝવણમાં પડી ગયે લાગે છે. પરંતુ હે માર્યપુત્ર! અહીં સમવસરણમાં આવેલા આ દેવને તું અને હું પ્રત્યક્ષ દેખી શકીએ છીએ. વળી ચન્દ્ર-સૂયોદિ
જ્યાતિષ્ક દેનાં વિમાનોને તે દરેક પ્રાણું પ્રત્યક્ષ દેખે છે જ. જે દેવ ન હોય તો એ વિમાને કેમ દેખાય? વેદપમાં દેને જે માયાશ કહેવામાં આવ્યા છે તે તેમના અનિત્યપણાને અંગે છે. મેટા આયુષ્યવાળા દેવ પણ આયુષ્ય પુરૂં થતાં અને છે અને તેથી બીજા પદાર્થોની જેમ દેવોનું દેવત્વ પણ અંતવાળું અને વિનાશી છે. સુજ્ઞજન દેવપણાની આકાંક્ષા રાખવાને બદલે શાશ્વત મોક્ષને જ વિશેષ વિચાર કરે છે. દેવેનું અનિત્યત્વ પ્રાણુઓને બોધ આપવા માટે સૂચવ્યું છે. બાકી વેદપદો “દેવ નથી” એમ તે બિલકુલ કહેતાં જ નથી. તું એવો પ્રશ્ન કરશે કે દેવો સ્વતંત્ર અને પ્રભાવશાલી હોવા છતાં વારંવાર કેમ આ પૃથ્વી ઉપર આવતા નથી? તેનાં અનેક કારણે છે. એક તે તેઓ સંગીતાદિ કાર્યોમાં ખૂબ વ્યગ્ર રહ્યા કરે છે. તેમનામાં દિવ્ય પ્રેમ અને વિષયાસકિત પણ વિશેષ પ્રમાણમાં હોય છે. તે સિવાય મનુષ્યલકની દુર્ગધ તેમને અસહ્ય થઈ પડે છે. તેથી તેઓ વાતવાતમાં અહીં આવી શકતા નથી. બાકી તીર્થકરોના કલ્યાણક વખતે, ભકિતથી, પૂર્વભવની પ્રીતથી અથવા પૂર્વભવના શ્રેષથી દેવતાઓ જરૂર અહીં આવે છે.