________________
પ્રથમ વ્યાખ્યાન.
૩૧ સારાંશ એ છે કે નાગકેતુના જીવનનું દૃષ્ટાંત લઈ આપણે સાએ અઠ્ઠમ તપ કરવામાં હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
કલ્પસૂત્રમાં મુખ્ય વિષય કયા ક્યા છે?
આ કલ્પસૂત્રમાં કયા કયા અધિકારો આવેલા છે અને તે બધાજ વાંચવાનું વિચારવાની શા માટે અગત્ય છે તે બતાવનારી જે એક ગાથા પર્યુષણ કલ્પ સંબંધી પ્રત્યેક વ્યાખ્યાનમાં શરૂઆતમાં કહેવામાં આવે છે તે નીચે આપીએ છીએ –
पुरिमचरिमाण कप्पो मंगलं वडमाणतिथ्यमि ।
इह परिकहिया निणगण हराइ थेरावली चरितं ॥ ભાવાર્થ–શ્રી ઝષભદેવ અને વિરપ્રભુના શાસનને આ ક૯૫-આચાર જ છે કે વૃષ્ટિ થાય અથવા ન થાય પણ અવશ્ય પર્યુષણ–ચાતુર્માસ સ્થિરતા કરવી અને ઉપલક્ષણથી કલ્પસૂત્ર વાંચવું એમ પણ સમજી લેવું. કારણ કે એક તે તે આચાર છે અને વળી શ્રી વર્ધમાન પ્રભુના શાસનમાં મંગળનું કારણ થાય છે. આ કલપસૂત્રમાં પ્રથમ તો તીર્થકરેનાં ચરિત્ર, બીજું ગણધરાદિ સ્થવિરાવલીનાં ચરિત્ર અને ત્રીજું સાધુ સામાચારી એ ત્રણ વિષયે ઘણી સારી રીતે વર્ણવવામાં આવ્યાં છે. તેમાં પ્રથમ અધિકાર તરીકે શ્રી તીર્થકરેના ચરિત્રમાંથી, શ્રી વીરપ્રભુનું ચરિત્ર પ્રથમ કહેવામાં આવે છે. કારણ કે તેઓ આસન્ન નજીકના) ઉપકારી છે અને તેથી જ વર્તમાન તીર્થનું નામ વર્ધમાનતીર્થ પડયું છે.
નમો અરિહંતાણું નમો સિદ્ધાણું નમે આયરિયાણું
જ વિશે ઘણા કાન
કે ઈનામ