________________
પંચમ વ્યાખ્યાન.
૧૮૧ રને વિષે પણ કેટલું બધું અદભુત સૌભાગ્ય શેભે છે? વિધાતાના હાથની આવી અસાધારણ કારીગરી જોઈ, હું તો તેનાં દુઃખડાં લીધા વિના નથી રહી શકતી !” કેટલીએ ચંચળનેત્રવાળી સ્ત્રીઓએ, પિતાના હસ્તકમળમાંથી પવિત્ર મતીએ ઉડાડી પ્રભુને વધાવ્યા. કેટલીક સ્ત્રીએ મધુર સ્વરથી રમણીય ધવલમંગળ ગાવા લાગી અને કેટલીક સ્ત્રીઓ તે આનંદના આતશયથી નાચવા લાગી!
સવારીને કમ એવી રીતે નગરવાસી પુરૂષ અને સ્ત્રીઓ, જેમના વૈભવને ઉત્કર્ષ જેવા ટેળે મળ્યાં છે, તે ભગવંતની આગળ પ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યચુગલ અને દર્પણ એ પ્રમાણે રત્નમય આઠ મંગળ ક્રમસર ચાલવા લાગ્યા. તે પછી પૂર્ણ કળશ, ઝારી, ચામર, મોટી ધ્વજા, વૈદુર્યરત્નજડિત દંડ પર રહેલું સફેદ છત્ર અને મણિ-સુવર્ણ મય સિંહાસન ચાલ્યું. પછી સ્વાર વગરના એક આઠ ઉત્તમ અશ્વ અને એકસો આઠ ઉત્તમ હાથી ચાલવા લાગ્યા. ત્યારબાદ ફરકતી પતાકાઓથી મનહર લાગતા, ઘંટાઓ અને વાજિંત્રના નાદથી રમણીય બનેલા અને અનેક પ્રકારનાં શસ્ત્ર તથા બખ્તરથી ભરેલા એકને આઠ રથ ચાલવા લાગ્યા. તેમની પછી બખ્તર પહેરેલા અને સર્વાંગસુંદર એકસો ને આઠ વીર પુરૂષ ચાલ્યા. તે પછી કમસર ઘેડા, હાથી, રથ અને પાળાનું સૈન્ય ચાલવા લાગ્યું. ત્યારબાદ હજાર પતાકાવડે શોભી રહે અને હજાર
જન ઉચે એવો મહેન્દ્રધ્વજ ચાલે. તેની પછી હાથમાં ખગ ધરનારા, ભાલાવાળા અને બાજોઠ ધરનારા ક્રમસર ચાલવા લાગ્યા. ત્યાર પછી હાસ્ય કરાવનારા, નાચ કરનારા અને જય, જય શબ્દનો ઉચ્ચાર કરનાર ભાટ-ચારણ ચાલવા લાગ્યા.