________________
શ્રી કલ્પસૂત્રથવા લાગે; અર્થાત્ સૂર્યોદય થતાં સિદ્ધાર્થ રાજા, શયામાંથી ઉક્યા. પછી શામાંથી ઉતરવા માટે મૂકેલા પાદપીઠ ઉપર પગ મૂકી નીચે ઉતર્યા, અને કસરતશાળામાં પ્રવેશ કર્યો.
સિદ્ધાર્થ ક્ષત્રિયની કસરતશાળા
આ કસરતશાળામાં વ્યાયામનાં અનેક સાધને હતાં. બાણ ફેંકવા વિગેરે શસ્ત્રોની કવાયત, મુલ્શલાદિ ફેરવવાનો અભ્યાસ, લાકડાની ઘોડી વિગેરેને ટપી જવું, ઉઠબેસ કરવી, પરસ્પરના હાથ વિગેરે અંગને ખોડવા, મલ્લયુધ્ધ, શરીરનાં અંગેપગે વાળવાં, દંડ પીલવા વિગેરે વિવિધ જાતની કસરત કરવાથી જયારે ખૂબ શ્રમ થયો ત્યારે સિદ્ધાર્થ રાજાએ કુશળ પુરૂષ પાસે પુષ્ટિકારક તેલનું મર્દન કરાવવાનો આરંભ કર્યો.
તેલ, તેલનું મર્દન * એ તેલના બે પ્રકાર છે. (૧) શત પાક તેલ અને (૨) સહસ્ત્રપાક તેલ. ભિન્ન ભિન્ન ઔષાઓના રસ વડે સે વાર પકાવેલું હોય અને જેને પકવતાં સે નાહેરને ખર્ચ થાય તે શ. તપાક તેલ કહેવાય અને હજાર વાર પકાવેલું હોય તથા જેની પાછળ હજાર સોનાહેરને ખર્ચ થાય તે સહસંપાક તેલ કહેવાય. આવા પ્રકારના સુંગધી અને ઉત્તમ પ્રકારના તેલ ચળાવી સિદ્ધાર્થ ક્ષત્રિયે ખુબ મર્દન કરાવ્યું.
તેલમર્દનના ગુણ તેલના મર્દનથી રસ, રૂધિર વિગેરે ધાતુઓની સમતા થાય છે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, કામની વૃદ્ધિ કરે છે, માંસને પુષ્ટ બનાવે છે, બળ આપે છે, અને સર્વ ઈન્દ્રિય તથા ગાત્રને મજબૂત બનાવે છે.