________________
૧૯૦
શ્રી કલ્પસૂત્ર
પાંચ અભિગ્રહાનુ નિમિત્ત
ત્યાંથી વિહાર કરતા, પ્રભુ મેરાક નામના સન્નિવેશમાં દૂઈજ્જત જાતના તાપસેાના આશ્રમમાં આવ્યા. આ આશ્રમના કુલપતિ સિદ્ધાર્થ રાજાના મિત્ર થતા હતા. તે મળવા માટે પ્રભુ પાસે આવ્યેા. પ્રભુએ પણ પૂના અભ્યાસવશ તેને મળવા હાથ પસાર્યાં. કુલપતિની પ્રાર્થનાથી ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયા એટલે કુલપતિએ કહ્યું કે:- આપ આ એકાંત સ્થાનમાં વર્ષાકાળ નિ મન કરો તા ઠીક,” જો કે પ્રભુ તા વીતરાગ હતા, પણ કુલપતિના આગ્રહથી ત્યાં ચામાસું રહેવાનુ કખુલ્યુ... અને ત્યાંથી વિહાર કરી ગયા. ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરી, તેઓ પાછા વર્ષાઋતુ ગાળવા માટે તજ આશ્રમે માવ્યા. કુલપતિએ ઘાસની એક ઝુંપડી કાઢી આપી. ત્યાં જંગલમાં ખીજી જગ્યાએ ઘાસ ન હોવાથી ભૂખી ગાયા, તાપ સેાની ઝુંપડીઓનુ` ઘાસ ખાવા દોડી આવતી, પણ તાપસે લાકડી મારી ગાયોને હાંકી કાઢતા. તાપસેાએ હાંકી કાઢેલી ગાયા, પ્રભુવાળી ઝુ ંપડીનું ઘાસ નિ:શ'કપણે ખાવા લાગી. પ્રતિમાસ્થ પ્રભુએ ઘાસ ખાઈ જતી ગાયાને ન હાંકી ત્યારે તે ઝુંપડીના સ્વામી એક તાપસે ફુલપતિ આગળ જઇ તે વિષે ફરિયાદ કરી. કુલપતિએ આવીને કહ્યું કે:— હું વધુ માન ! પંખીએ પણ, પાતપાતાના માળાનું રક્ષણ તેા ખરાબર કરે છે જ. અને તમે તેા રાજપુત્ર છે, છતાં પેાતાના આશ્રયસ્થાનનું પણ પુરૂ રક્ષણ નથી કરી શકતા, એ કેવી આશ્ચય ની વાત ગણાય ? ” સમભાવમગ્ન પ્રભુએ વિચાયુ કે જે હવે હું અહિં. વધારે વખત રહીશ તે આ તાપસેાની અપ્રીતિના પાર નહિ રહે, મને જો હું સકળ પ્રાણીઓનું હિત ઇચ્છતા હું તા મારે અહીં રહેવુ ચાગ્ય ન ગણાય.” એ પ્રમાણે ચિંતવી તેમણે પાંચ પ્રકારના