________________
૯.
શ્રી કલ્પસૂક્ષ
ત્રિશલા દેવીની શય્યા
ત્રિશલાદેવીના શયનમંદિરની જેમ શય્યા પણ ખરેખર આવર્ણનીય અને આંખે જોઇ હાય તાજ તેનુ મનેહારિત્વ સમજી શકાય તેવી હતી. એવી શય્યા કેાઇ ભાગ્યશાળી તથા પુણ્યશાળીને જ હાય, તેમાં શરીરના પ્રમાણ જેટલું લાંબુ ગાદલુ ખીછાવવામાં આવ્યુ હતુ. મસ્તક અને પગ રાખવાના સ્થાને એ આશીકા મૂકવામાં આવ્યાં હતાં. તેથી તે શય્યા બન્ને બાજુએ સ્હેજ ઉંચી અને વચ્ચેના ભાગમાં નમેલી–ગંભીર લાગતી હતી. ગંગાને કાઠે રેતીમાં પગ મૂકતાંની સાથે પગ ઉંડા ઉતરી જાય. તેમ આ શય્યા પણ એવી સુકામળ હતી કે તેમાં પગ મૂકતાંજ તે ઉંડા ચાલ્યા જાય. જ્યારે તે સૂવા-બેસવાના ઉપયાગમાં નથી માવતી ત્યારે તે ધુળ વિગેરેથી મેલી ન થાય એટલા માટે હંમેશા ઉત્તમ વસ્ત્રથી ઢાંકી રાખવામાં આવે છે. શય્યા ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે, સંસ્કાર પામેલું ચામડું, રૂ, સુર નામની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ જેવુ સુકેામળ લાગે તેવી મા શય્યા પણ સુકેામળ હતી, સુગ ંધી પુષ્પા અને સુવાસભર્યો ચીની સુગ ંધ શય્યામાંથી ધ્રુતતી હતી.
સ્વપ્નદર્શન
ઉપર થઈ ક્યા તેવા શયનમદિરમાં અને શય્યામાં અલ્પનિદ્રા લેતાં ત્રિશલાદેવીએ પ્રશસ્ત ચાદ સ્વપ્ન જોયાં અને જોતાંની સાથેજ જાગીને બેઠાં થયાં. એ ચૌદ સ્વપ્ન નીચે પ્રમાણે:—— ૧ ) હાથી ( ૨ ) વૃષભ (૩) સિંહ ( ૪ ) લક્ષ્મી ( ૫ ) પુષ્પમાળા ( ૬ ) ચન્દ્ર ( ૭ ) સૂર્ય ( ૮ ) દૈવજા ( ૯ ) કુંભ ( ૧૦ ) પદ્મ સરેાવર ( ૧૧ ) સમુદ્ર ( ૧૨ ) દેવિવમાન ( ૧૩ ) રત્નરાશિ અને (૧૪ ) નિમ અગ્નિ.