________________
તૃતીય વ્યાખ્યાન.
૧૦૦
દેવાનુપ્રિયા ! એ સ્વમના પ્રભાવે, ખરેખર ! તમને પૂરેપૂર્ણ નવ માસ અને સાડાસાત દિવસ ગયા પછી એક એવા પુત્ર થશે કે જેનાથી આપણું કુળ દીપી નીકળશે, જેને કાઇ પણુ દુશ્મન પરાભવ નહીં કરી શકે, અને જે કુળના મુગટ સમાન તેમજ તિલક સમાન લેખાશે. એટલુંજ નહીં પણ તે કુળના નિર્વાહું કરનારા, મૂળને વિષે સૂર્ય સમાન પ્રકાશ આપનાર, પૃથ્વી પેઠે કૂલના આધાર, કૂળની વૃદ્ધિ કરનાર, સર્વ દિશાઓમાં ફૂલની કીર્ત્તિ પ્રસારનાર, આશ્રયરૂપ હોવાથી વૃક્ષ સમાન પેાતાની છત્ર છાયામાં લેાકેાનું રક્ષણ કરનાર થશે. તેમજ તેના હાથ, પગ મુકેામળ હશે, તેના શરીરની પાંચે ઇન્દ્રિયા સારા લક્ષયુક્ત અને પરિપૂર્ણ હૅશે. છત્ર, ચામર વિગેરે ગુણેાવડે સહિત તથા મસ તલ વિગેરે વ્યંજનાના ગુણસહિત હશે. તે પેાતાના માન, ઉન્માન અને પ્રમાણુ વડે સર્વાંગસુંદર, ચદ્રમાની પેઠે સામ્ય આકૃતિયુક્ત, મનેાહર તથા પ્રિયદર્શીન હશે. એ પ્રકારના સુદર સ્વરૂપવાળા પુત્રને તમે જન્મ આપશે.
“તે પુત્ર પેાતાનું બાળપણ છોડીને જ્યારે આઠ વર્ષના થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી અનુક્રમે ચાવન અવસ્થાને પામશે ત્યારે તે દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યના નિર્વાહ કરવામાં સમર્થ થશે. રણસંગ્રામમાં બહાદૂર થશે, પરરાજ્યને આક્રમણ કરવામાં વીરત્વ દાખવશે, àાટી સેના અને વાહનવાળા થશે તેમજ રાજ્યના સ્વામી-અધિરાજ થશે.
“ હે દેવાનુપ્રિયા, તમે જે પ્રશસ્ત સ્વપ્ન જોયાં છે, તે મગળ અને કલ્યાણ કરનારાં છે.” એ રીતે સિદ્ધાર્થ રાજા બે-ત્રણ વાર તેની પ્રશ ંસા અને અનુમાદના કરવા લાગ્યા.