________________
સપ્તમ વ્યાખ્યાન.
- ૩૫૩
નામના ચોથા કુલકરના વખતમાં યુગલીયાઓ તે હકારરૂપ દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. એટલે ત્રીજા અને ચેથા કુલકરના વખતમાં થોડે અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ અને માટે અપરાધ થતાં મકારરૂપ દંડનીતિનો આશ્રય લે શરૂ થયે અનુક્રમે વધારે વિષમકાળ આવી પહોંચે. યુગલીયા તે બન્ને પ્રકારની દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી પ્રસેનજિત નામના પાંચમા કુલકર, મરૂદેવ નામના છઠ્ઠા કુલકર, અને નાભિ નામના સાતમા કુલકરના સમયમાં અ૫ અપરાધ થતા હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકારરૂપ દંડનીતિ અને ભારે અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ ચાલુ થઈ. નાભિ કુલકર યુગલીયાઓને અપરાધ થતાં તેમને એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા. હવે કાળના પ્રભાવથી યુગલીયાઓના ફોધાદિ કષાયે વધવા લાગ્યા, તેઓ એ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધ વધવા લાગ્યા તેથી યુગલીયાઓએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણવડે અધિક જાણે તેમને તે હકીકત નિવેદન કરી.
પ્રભુએ કહ્યું કે:-“કેમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને શિક્ષા કરવા સારૂ રાજા હવે જોઈએ અને તે રાજા અભિષેક પામેલ તથા પ્રધાન વિગેરેથી પરિવરેલો હોવો જોઈએ.”
યુગલીયાઓએ ઉત્તર આપે –“ અમારે પણ એ જ રાજ જોઈએ. ”
ત્યારે તમે નાભિ કુલકર પાસે જઈ તમારી માગણી રજુ કરે ” પ્રભુએ માર્ગ દશો.
યુગલીયાઓએ નાભિ કુલકર પાસે જઈ પોતાની માગણી રજુ કરો. નાભિ કુલકરે કહ્યું: “તમારે રાજા ત્રાષભ જ થશે.”
૨૩