________________
પ્રથમ વ્યાખ્યાન.
પટે
જગ્યા પણ ખાલી ન રહી. આ વખતે તેં તારા પેાતાના શરીરને ખજવાળવા એક પગ ઉંચા કર્યા. તેટલામાં તેા એક સસલે બીજી જગ્યાએ ઘણી સાંકડાશ પડવાથી, તારા પગવાળી ખાલી જગ્યામાં આવી બેસી ગયા. તુ ખજવાળીને જેવા પગ નીચે મુકવા જાય છે કે તુરત ત્યાં સસલા તારી નજરે ચડ્યો. તને યા આવવાથી ખરાખર અઢી દિવસ સુધી તેં તારા પગ અદ્ધર જ ધરી રાખ્યા. પછી દાવાનળ શાંત થવાથી સઘળા જીવા પાતપેાતાના સ્થાને ચાલ્યા ગયાં. પેલે સસલા પણ ચાલ્યા ગયા; પરંતુ તારા પગ ઝલાઇ જવાથી-પગની રગેા બંધાઇ જવાથી તુ જેવા પગ નીચે મુકવા ગયા કે તેજ ક્ષણે પૃથ્વી ઉપર પડી ગયા. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસથી પીડા પામ્યા; છતાં દયામય દીલ રાખી, સેા વનું આયુષ્ય સપૂર્ણ કરી આ શ્રેણિક રાજાની ધારિણી નામે રાણીની કુખે તુ પુત્રપણે ઉત્પન્ન થયા છે.
હે મેઘકુમાર ! તું વિચાર કર, તિય ચના ભવમાં પણ ધર્મોને માટે તે કેટકેટલાં અને કેવાં કષ્ટ વેઠ્યાં છે ? અને તેના પરિણામે તું કેવા ઉચ્ચ રાજકૂલમાં જન્મ પામ્યા છે ? હવે જો ચારિત્રની ખાતર તું સહન કરતા શીખીશ તે તને કેવું અપૂર્વ ફળ મળશે તે પણ વિચારી જો. તિર્યંચના ભવમાં તે તુ અજ્ઞાની હતા, છતાં દયાળુપણે તે વ્યથાને જરા પણ ન ગણકારી. અને આ ભવમાં તે તું કઇંકે સમજી શકે છે, તેા પછી માવા જગદ્ય સાધુઓના ચરણથી અફળાવામાં શા સારૂ દુ:ખ પામે છે ? આ સાધુએ તે મહા પવિત્ર છે, એમના ચરણની રજ તેા કેાઈ પુણ્યવાન પુરૂષના ભાગ્યમાં જ હાય. માટે તું તારૂં બધું દુ:ખ તથા દુોન ભૂલી જા.
""
પ્રભુની વાણી સાંભળી મેઘકુમારને જાતિસ્મરણુ થયુ. પૂર્વના ખન્ને ભવ સાંભરવાથી ઉત્કટ વૈરાગ્ય ઉદ્દભબ્યા અને પ્રભુને