________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૭૫
જગમાં યુગાદીશ સમા પુત્ર કાઇ નહીં હાય; પાતે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને જે કેવળજ્ઞાનરૂપી ઉત્તમ રન મેળવ્યુ હતુ તે સ્નેહવર્ડ પ્રથમ પેાતાની માતાનેજ અણુ કરી દીધું. વળી:—
मरुदेवासमानाम्बा याऽगात् पूर्वं किलेक्षितुम् ॥ मुक्तिकन्यां तनुजार्थं शिवमार्गमपि स्फुटम् ॥
જગતમાં મરૂદેવા સમા માતા પણ નહીં હૈાય; પાતાના પુત્ર માટે મુકિતરૂપી કન્યા જોવા અને શિવમાર્ગ સ્ફુટ હોવા છતાં તે જોવા આગળથીજ ચાલી નીકળ્યાં.
ચતુર્વિધ સંધની સ્થાપના
સમવસરણમાં પ્રભુએ જે ધમ દેશના આપી તેની એવી અસર થઈ કે ભરતના ઋષભસેન વિગેરે પાંચસેા પુત્રો અને સાતસેા પાત્રાએ પ્રતિબંધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેમાં પ્રભુએ ઋષભસેન વિગેરે ચારાશી ગણધર સ્થાપ્યા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી અને તે મુખ્ય સાધ્વી થઈ. ભરત રાજા શ્રાવક થયા. સુંદરી પણ દીક્ષા લેવાની ભાવના ધરાવતી હતી. પરંતુ તેણીને અત્યંત રૂપવતી જાણીને સ્ત્રીરત્ન સ્થાપવા માટે ભરતે દીક્ષા લેવાની આજ્ઞા ન આપી; તેથી તે શ્રાવિકા થઇ. પ્રભુને કેવળજ્ઞાન થયેલુ જાણી કચ્છ અને મહાકચ્છ સિવાયના બધા તાપસાએ આવી પ્રભુ પાસે ફરીથી દીક્ષા લીધી. મરૂદેવાના નિર્વાણથી શાકગ્રસ્ત થયેલા ભરતને ઈન્દ્ર સમજાવી શાક નિવારણ કર્યો. પછી ભરત મહારાજા પ્રભુને વંદન કરી પેાતાના સ્થાને ગયા. ત્યારપછી તેઓ ચક્રરત્નની પૂજા કરી, શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પેાતાના ઘરે આવ્યા. ઘરે આવીને પેાતાના સખીઓની સંભાળ લીધી તેા સુંદરી અતિશય કૃશ અને