________________
નવમ વ્યાખ્યાન.
વડે ઉગમાદિ દોષને સંભવ રહે. કેને જવું ન કલ્પે ? નિષિદ્ધ ઘરથી પાછા ફરનારા સાધુને ન કપે. એટલે નિષિદ્ધ કરેલાં ઘરથી તેઓને બીજી જગાએ જવું કપે એ ભાવ છે. અહીં ભિક્ષાને માટે જવામાં બહુવચનને બદલે એક વચન વાપરેલ છે, પણ બહુપણું આ પ્રમાણે દેખાડે છે. સાત ઘરમાં માણસોથી ભરપૂર જમણવાર એટલે સંખડી હોય ત્યારે જવું ક૯પે નહીં. અહીં અર્થમાં સૂત્રકારના જૂદા જૂદા મટે છે. એક વલી આ પ્રમાણે કહે છે. નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુઓને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને સાત ઘરને વિષે ભિક્ષાને માટે જવું કપે નહીં. એક વળી આ પ્રમાણે કહે છે કે-નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુઓને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને આગળના સાત ઘરને વિષે શિક્ષાને માટે જવું ક૯પે નહીં. અહીં બીજા મતમાં ઉપાશ્રય ( શય્યાતરગૃહ) અને બીજા સાત ઘર તજવાં એ ભાવ છે, અને ત્રીજા મતમાં ( શય્યાતરગ્રહ) ઉપાશ્રય, ત્યાર પછીનું એક ઘર અને આગળ સાત ઘર તજવા એ ભાવ છે. ૨૭.
જિનકલ્પી-કલ્પ ૧૨ ચોમાસુ રહેલા પાણિપાત્રી ( હાથજ છે પાત્ર જેને એવા) જિનકલ્પી આદિ સાધુને એસ ધુંવરી એવી પણ વૃષ્ટિકાય (અપૂકાય) પડતે છતે ગૃહસ્થના ઘેર ભાત પાછું માટે નીકળવું-પેસવું ક૯પે નહીં. ૨૮. ચોમાસુ રહેલા કરપાત્રી જિન. કલ્પી આદિ સાધુને અનાચ્છાદિત જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીને આહાર કરે કપે નહીં. અનાચ્છાદિત સ્થાને તેને આહાર કરતાં જે અકસ્માત્ વર્ષાદ પડે તે શિક્ષાને છેડે ભાગ ખાઈને
અને થડે ભાગ હાથમાં લઈને તેને (આહારના છેડા ભાગ- વાળા હાથને) બીજા હાથ વડે ઢાંકીને હૃદયની આગળ ઢાંકી રાખે અથવા કાંખમાં ઢાંકી રાખે અને એ પ્રમાણે કરીને ગ્રહ