________________
પછમ વ્યાખ્યાન.
૨૫૧ બંધી મનને, મનના ચિંત્વનને, અશનાદિ ભેજનને, ચેરી વિગેરે જે કર્યું હોય તેને, મિથુનાદિ સેવ્યું હોય તેને, પ્રગટ અથવા ગુપ્ત કાર્યને પણ જાણે તથા દેખે. ત્રણે જગતને હાથમાં રહેલા આમળાની પેઠે જોઈ શકે, તેમનાથી કંઈ પણ અજાયું ન હેય. જઘન્યથી પણ કરેડ સંખ્યાના દે તેમની સેવામાં રહે. સર્વ લોકોને વિષે તે તે કાળે મન વચન અને કાયાગમાં યથાયોગ્ય વર્તતા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાને જાણે તથા દેખે.
પહેલી નિષ્ફળ દેશના પ્રભુને કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રોનાં સિંહાસન ડોલ્યાં. તેમણે અવધિજ્ઞાનથી, પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી કે તુરત જ દેના પરિવાર સાથે આવી પહોંચ્યા, અને સમવસરણની રચના કરી. દેવમાં કેઈ વિરતિને વેગ્ય નથી, એમ જાણવા છતાં, પ્રભુએ પિતાને આચાર જાણ, તે સમવસરણમાં બેસી દેશના આપી. તે વખતે કેઈને વિરતિ પરિણામ થયે નહીં, તેથી તે દેશના નિષ્ફળ ગઈ. થોડા વખત દેશના આપીને, ત્યાંથી વિહાર કરીને, પ્રભુ અપાપાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા.
શંકાશીલ બ્રાહ્મણ પંડિત . તે વખતે અપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે પિતાને ઘેર યજ્ઞ કરવા સારૂ, કેટલાક તે કાળના સમર્થ બ્રાહ્મણ'પંડિતેને આમંચ્યા હતા. તેમાં ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ નામના ત્રણ ભાઈઓ પાંચસો પાંચસે શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. વ્યક્ત અને સુધર્મા નામના બે પંડિતે પણ પાંચસે પાંચસે શિષ્ય લઈને આવ્યા હતા. મંડિત અને