________________
૧૫૬
શ્રી કલ્પસૂત્ર
રનના પાટલા ઉપર, રૂપાના શેખાવતી દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નન્દાવર્ત અને ભદ્રાસન એ અષ્ટમંગળ આળેખી પ્રભુની સ્તુતિ કરી. એ બધું પતી રહ્યા પછી ઈન્ડે પ્રભુને તેમની માતા પાસે લાવીને મૂક્યા. અને પિતાની શકિતથી પ્રભુનું પ્રતિબિમ્બ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. ઓશીકા નીચે બે કુંડળ અને મુલાયમ કપડાંની જોડી મૂકી. પ્રભુની દષ્ટિને આનંદ આપવા ઉપરના ચંદરવા સાથે સુવર્ણ અને રત્નની હારેથી સુશોભિત એક દડે લટકાવ્યું. તે ઉપરાંત બત્રીશ કરોડ રત્ન સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. આખરે ઈન્દ્ર આભિગિક દેવ પાસે મોટા સાદે ઉલ્લેષણ કરાવી કે “પ્રભુ અને પ્રભુની માતાનું જે કઈ અશુભ ચિંતવશે તેના મસ્તકના અનવૃક્ષની મંજરીની પેઠે સાત ટુકડા થશે.” વળી પ્રભુના અંગુઠા ઉપર અમૃત મૂકીને નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈ મહત્સવ કરીને સઘળા દેવે પિતાના સ્થાને ગયા.
વધામણું અને તેનું ફળ પ્રભુને જન્મ થયાનું જાણતાં જ પ્રિયંવદા નામની દાસી, દિડતી દેડતી સિદ્ધાર્થ રાજા પાસે પહોંચી અને પુત્ર જન્મની શુભ વધામણી આપી. આવી અણમૂલી વધામણી સાંભળી રાજાને અત્યંત આનંદ થાય એમાં તે પૂછવું જ શું? હર્ષના આવેશથી તેની વાણું ગગ૬ શબવાળી થઈ ગઈ અને તેના શરીરના રે માંચ ખડાં થઈ ગયાં ! આવી સરસ વધામણું આપ-નાર દાસી પર રાજા ઘણાજ સંતુષ્ટ થયે, પિતાના મુગટ સિવાયનાં સઘળાં આભૂષણે તેને બક્ષીસ આપી દીધાં અને દાસી પણથી તેને સાવ મુક્ત કરી દીધી.
વિભૂતિઓને વરસાદ! જે રાત્રિએ શ્રમણ ભગવાન જમ્યા તે રાત્રિએ, કુબેરની