________________
પછમ વ્યાખ્યાન.
૨૭૭ વિગેરે. આ વેદપદેને પૃથ્વી, જળ વિગેરે ભૂતની સત્તા જણાવનારાં દેખી તું સંશયમાં પડે છે કે –“પાંચ ભૂત હશે કે નહીં? ” પરતુ હે વ્યક્ત! તારો સંશય કેટલો નિમ્ળ છે, તે હવે હું તને જણાવવા માગું છું.
આ સકળ જગત્ સ્વપ્ન સમાન છે, એમ જે કહેવામાં આવ્યું છે તેની સહાય આત્મચિંતનને વિષે લેવાની છે. એટલે કે આત્મવિચારણું કરતાં, સ્ત્રી–પુત્ર-પરિવાર–સુવર્ણ વિગેરેને સાગ અનિત્ય–સ્વપ્નવત્ છે એમ સમજવાનું છે. સંસારના વિષયે અને વિષયના પદાર્થોને સાગ અસ્થિર છે, અસાર છે, કટુ વિપાક આપનાર છે. માટે તે પદાર્થો ઉપરની આસક્તિ ત્યજીને મુક્તિ માટે યત્ન કરવો એજ તેને સત્યાર્થ છે. વૈરાગ્યવૃદ્ધિ માટે સબધ આપનાર પદને અવળે અર્થ કરી તું નકામે શંકાના અંધારામાં હેરાન થાય છે. ખરું જોતાં કેઈએ પણ પાંચ ભૂતના અસ્તિત્વ વિષે નિષેધ નથી કર્યો.
એ પ્રમાણે પ્રભુના વચનનું પાન કરતાં જ વ્યક્તિના વિવેકચક્ષુ ઉઘડી ગયાં. તેને પંચભૂતના અસ્તિત્વ વિષે નિર્ણય કરતાં વધુ વાર ન લાગી. આખરે તે પણ પ્રભુના ચરણમાં નમી પડયે અને પિતાના પાંચસે શિષ્યો સાથે દીક્ષા લઈ ચાલી નીકળે.
પાંચમા ગણધર–પરભવ વિષે ઈન્દુભૂતિ વિગેરે ચાર સમર્થ પંડિતેને દીક્ષિત થયેલા સાંભળી સુધર્મા નામના પંડિતે વિચાર્યું કે ઈન્દ્રભૂતિ જેવા જેમના શિષ્ય બને તે પુરૂષ મારે પણ વંદનીય જ હોવા ઘટે. હું પણ તેમની પાસે જવું અને મારી શંકાઓનાં સમાધાન મેળવી આવું. એટલે તે પિતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને જોતાં જ કહ્યું કે:-“હે સુધર્મા ! તને એ