________________
શ્રી કહ૫સત્ર
પ્રભુને જન્મ ' ' જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ થાગ પ્રાપ્ત થયે હતે, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રને છેક અભાવ વર્તાતે હતે, દિશાઓના અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાયેલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પિતાના કલરવ વડે જય જયને ઉચ્ચાર કરી રહ્યાં હતાં, જે વખતે દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતે, વિશ્વના પ્રાણીઓને સુખ-શાંતિ ઉપજાવી રહ્યો હતો, જે વખતે પૃથ્વી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી, અને જે વખતે સુકાળ, આરોગ્ય વિગેરે અનુકૂળ સંયોગોથી, દેશવાસી લોકેનાં હૈયાં હર્ષનાં હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદિની ક્રિડા દેશભરમાં ચાલતી હતી, તેવે વખતેમધ્યરાત્રિને વિષે, ઉત્તરા ફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો વેગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો.