________________
૨૦૮
શ્રી કલ્પષ્યઆંગણુમાં બાંધી ચાલ્યા ગયા. જિનદાસે વિચાર કર્યો કે જે હું આ વાછડા છેડી મૂકીશ તે લેકે તેમને ખસી કરી, ગાડી કે હળ વિગેરેમાં જેડી અનેક પ્રકારે હેરાન કરશે. માટે ભલે મારે ઘેર જ રહ્યા.
દયાળ જિનદાસ બને વાછડાનું પ્રાસુક ઘાસ-પાણીથી પોષણ કરવા લાગ્યા. આઠમ ચૅદશ જેવી પર્વ તિથિઓમાં તે પસહ લઈ ધાર્મિક પુસ્તકો વાંચતે, તે સાંભળી પેલા બે બળદ પણ ભકપરિણામી થયા. જે દિવસે શેઠ પિતે ઉપવાસ કરે તે દિવસે પેલા બે બળદો પણ ઘાસ કે પાણી કંઈ જ ન વાપરે, નીલું ઘાસ જેમનું તેમ પડી રહે. શેઠને તેમના પર પોતાના સાધર્મિક ભાઈઓ જે જ પ્રેમ સ્ફરવા લાગ્યો. દયાનું સ્થાન બ્રાતૃભાવે લીધું. અંતઃકરણપૂર્વક તે બળદોની સેવા કરવા લાગ્યા.
એક વખતે ગામમાં ભંડીરવણ નામના યક્ષને યાત્સવ આવ્યો. તે દિવસે ગામના જુવાનીયાઓ વાહન દેડાવવાની સરત ખેલવા લાગ્યા. જિનદાસને એક મિત્ર, પેલા અતિ બળવાન અને દેખાવડા બે બળદે કેઈને કંઈ પૂછયા વગર જ લઈ ગયો. જેમની કાંધ ઉપર જીંદગીમાં કઈ દિવસ ધુંસરી પડી નહોતી તેવા તે અણપટ બળદોને, તેણે ગાડીએ જેડી ખુબ દેડાવ્યા. લેકમાં તે બળદનાં રૂપ અને બળની ભારે પ્રશંસા થઈ.
પરંતુ પ્રશંસાથી શું વળે? તે સુકેમળ બળદના સાંધા તુટી ગયા. જિનદાસને મિત્ર કામ પતાવી તે બળદ તેને ઘેર બાંધી ચાલ્યા ગયે, પણ તેની ખબર જિનદાસને પડવા ન દીધી. જમવાને વખતે જિનદાસ ઘેર આવ્યો. તેણે બળદને ઘાસ નીયું, પણ તે ઘાસ ખાધું નહીં, પાણી પીવા આપ્યું, તે પણ ન પીધું. બળદનાં મોં પહોળાં પડી ગયેલાં અને સાવ વીલાં થઈ ગયેલાં જોઈ શેઠને ઘણું દુઃખ થયું. તેણે આંખમાં આંસુ લાવી, ભક્તપશ્ચ