________________
તૃનીય વ્યાખ્યાન.
૧૯
સરસ અને સુગંધી ૫ંચવી પુષ્પા મગાવી યેાગ્ય સ્થળે ગાઢ વાવી સંસ્કારયુક્ત બનાવેા. કાળા અગરૂ, ઉંચી જાતના કદરૂ, સેલારસ અને દશાંગધુપ વિગેરે પ્રકટાવી ચેાત પવિત્રતા અને સુવાસ ફેલાવરાવા, સરસ સુગ ંધવાળા ચુર્ણની એક ગેાળ અનાવી હાય અને તેમાંથી જે સુવાસ છૂટે, તેવીજ રીતે સભાસ્થાનને પણ સુગંધીમય અનાવી-અનાવરાવી, ત્યાં માગળ સિહાસન સ્થાપન કરાવેા, અને એ બધી તૈયારીઓ થઈ જાય એટલે આવીને મને સમાચાર આપો.”
સિધ્ધાર્થ રાજાની આજ્ઞા પામવાથી કૌટુમ્બિક પુરૂષોને પણ ભારે આન ંદ તથા સતાષ થયા. તેમણે બે હાથ જોડી, મ સ્તકે અંજલી જોડી આજ્ઞાનાં વચનાના વિનયપૂર્વક સ્વીકાર કર્યાં અને ત્યાંથી વિદાય થયા. પછી તેમણે સભામ ડપવાળા સ્થળે જઈને એકદમ સુગ'ધી પાણી વિગેરે છંટાવીને પવિત્ર કર્યું અને સિંહાસન સ્થાપી, સિધ્ધાર્થ ક્ષેત્રીય પાસે આવી સવિનય નિવેદન કર્યુ કે—આપની આજ્ઞાનુસાર બધું થઇ ગયું છે. ”
એટલામાં પ્રભાતકાળ થયેા. પદ્મપત્ર અને કમળને વિકસાવનાર પ્રભાતના સૂર્ય આકાશમાં પ્રકટયેા. લાલ અશેાકવૃક્ષની પ્રભા જેવી કાંતિ પૃથ્વી ઉપર ઉતરવા લાગી. ગગનપટમાં કેસુડાનાં પુષ્પ, પેપટની ચાંચ, ચણેાઠીની લાલાશ, અપેારીયાનાં ફુલ, પારેવાના પગ અને નેત્ર, કાપિત થયેલી કોયલના અતિશય લાલ નેત્ર, જાસૂના પુષ્પસમુહ અને હિંગળાકના ઢગલા જેવી રકતપ્રભા વિસ્તરી, તેની ક્રાંતિથી પૃથ્વી પરના તમામ પદાર્થો રમણીય બની ગયાં, પદ્મહૂદ અને કમળવન વિકસ્યા. એ સહસ્ર કિરણવાળાદિનકરે જોતજોતામાં જ રાત્રીના અ ંધકારને હાંકી કાઢયા, દૈદિપ્યમાન દિવસની સ્થાપના કરી અને ઉદય પામતા સૂર્ય ના કુંકુમ જેવા નવા તાપે મનુષ્યલેાકને પિ ંજરાવણ ના બનાવ્યા હાય તેવા ભાસ