________________
પ્રથમ વ્યાખ્યાન.
જ્યાં ઘણુ કમળ ઉગેલા છે એવું સરવર સમજવું. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રભુનો જીવ સ્વર્ગથી અવતરે છે તેમની માતા વિમાન જુએ છે અને જે પ્રભુને જીવ નરકમાંથી આવે છે તેમની માતા ભવન-ઘર જુએ છે. ઘર કે વિમાન એ બેમાંથી એકનું દર્શન તે થાય, તેથી સ્વપ્નની ચદની સંખ્યા બરાબર જળવાય છે. બાકી જ્યાં શીખા લખી છે ત્યાં ધૂમાડા વગરને અગ્નિ મમજવો.
દેવાનંદાની વિસ્મયાપન્ન અવસ્થા. દેવાનંદાના હર્ષ, સંતેષ અને વિસમયનો પાર ન રહ્યો. ચિ તમાં આનંદ, હૃદયમાં પ્રીતિ અને મનમાં પરમ તુષ્ટિને અનુભવ થયા. તેમને આ સ્વપ્ન જોઈને એટલો બધો હર્ષ થયે કે વર્ષાના જળથી પોષાએલું કદંબનું કુલ જેવી રીતે પ્રફુલ્લ થાય તેવી રીતે તેમના રોમેરેમમાં પ્રફુલ્લતા વ્યાપી ગઈ ! તે પછી તેઓ સ્વનેનું એક પછી એક સ્મરણ કરવા લાગ્યાં અને પોતાની પથારીમાં ઉઠીને બેઠા થયાં. ત્યારબાદ ઘણું જ ધીરજ, શાંતિ, સ્થિરતા અને ગંભીરતા પૂર્વક, રાજહંસના જેવી ગતિવડે પોતાના પતિ-અષભદત્ત બ્રાહ્મણ જ્યાં સુતા હતા ત્યાં આવ્યાં. અને તેમને જય તથા વિજયથી વધાવ્યા. અર્થાત્ સ્વદેશમાં જય થાઓ અને પરદેશમાં વિજય થાઓ એવી રીતે આશિષ આપી– વધાવી ભદ્રાસન પાસે ગયાં. અને શ્રમને પરિહરી, ક્ષોભને દૂર કરી સુખપૂર્વક આસન ઉપર વિરાજ્યાં. પછી બે હાથ વડે જે અંજલી કરેલી હતી અને જે અંજલીમાં દશ નખ પ્રકાશતા હતા તેમજ જેનું પ્રદક્ષિણ રૂપે મસ્તક ઉપર ભ્રમણ કરેલું હતું તે અંજલી દેવાનંદાએ પિતાના મસ્તક ઉપર કરી કહ્યું કે –
“હે દેવાનુપ્રિય, આજ રાત્રે જ્યારે હું અલ્પનિદ્રા લઈ રહી